Sat,13 June 2026,2:40 pm
Print
header

સુરતમાં 4 માસના દિકરા રીશાનને એસિડ પીવડાવ્યું અને પછી માતાએ પણ આત્મહત્યા કરી લીધી

  • Published By Panna Patel
  • 2026-06-02 16:35:07
  • /

સુરતઃ સરથાણાના યોગીચોક પાસે આવેલી એક સોસાયટીમાં રહેતા 29 વર્ષીય પરિણીતાએ પોતાના 4 મહિનાના માસૂમ દીકરાને એસિડ પીવડાવી બાદમાં પોતે પણ એસિડ પીને આપઘાત કરી લીધો છે. જેમાં માતા-પુત્ર બંનેના મોત થયા છે. માનસિક સ્થિતિ બગડતા મહિલાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

મૂળ અમરેલી જિલ્લાના ધારીના વતની અને હાલ સરથાણા યોગીચોક સ્થિત એવન હાઇટ્સમાં રહેતા 29 વર્ષીય ધારાબેનના લગ્ન દોઢ વર્ષ પહેલાં જ થયા હતા. ચાર મહિના પહેલાં જ તેમને દીકરા રીશાનને જન્મ આપ્યો હતો. તે છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હોવાથી દવા ચાલી રહી હતી. માનસિક તણાવ એટલો હદ સુધી વધી ગયો હતો કે છેલ્લા બે-ત્રણ દિવસથી ધારાબેને જમવાનું પણ છોડી દીધું હતું.

પહેલી જૂનના રોજ સાંજના સમયે ધારાબેન પોતાના 4 મહિનાના માસૂમ દીકરાને એસિડ પીવડાવી દીધું અને ત્યાર બાદ પોતે પણ એસિડ ગટગટાવી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને બંનેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. ટૂંકી સારવાર બાદ માસૂમ બાળક અને માતા બંનેના કમકમાટીભર્યા મોત થયા છે.

આ ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસ હોસ્પિટલમાં પહોંચીને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch