સુરતઃ એસીબીએ 3 લાખ રૂપિયાની લાંચ માંગનારા અને રકઝકને અંતે અઢી લાખ રૂપિયા લેનારા સરકારી બાબુને ઝડપી લીધા છે. મહેશકુમાર રણજીતસિંહ પરમાર, હોદ્દો-સબ-રજીસ્ટાર, વર્ગ-3, સબ રજીસ્ટાર કચેરી, સુરત-8, અડાજણની ધરપકડ કરવામાં આવી છે.
ગુનાનું સ્થળ: સબ-રજીસ્ટાર, સુરત-8, અડાજણની કચેરીમાં
ફરિયાદીના અસીલનાઓએ ખેતીની જમીન ખરીદી હતી. જે માટે સબ રજીસ્ટાર કચેરી, અડાજણ, સુરત ખાતે દસ્તાવેજ નોંધવા નિયમોનુસાર ભરવાની થતી તમામ ફી ભરી દસ્તાવેજની નોંધણી કરાવેલી, જે દસ્તાવેજનો અન્ય કોઇ વાંધા નહીં કાઢીને ઓર્ડર કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે આરોપીએ ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગી હતી, રકઝકને અંતે અઢી લાખ રૂપિયા આપવાના નક્કિ કરાયા હતા.
જો કે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ગોઠવેલા લાંચના છટકામાં આરોપી આપી ગયા હતા.
ટ્રેપીંગ અધિકારી: આર.કે.સોલંકી, પોલીસ ઇન્સ્પેકટર, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. સુરત તથા એ.સી.બી. સ્ટાફ
સુપર વિઝન અધિકારી: આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ
કેરળના ત્રિશૂરમાં હાઇવે પર પાર્ક કરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ, તમિલનાડુના 8 એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના મોત | 2026-09-05 09:26:12
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 1,344 લોકોના મૃતદેહ મળ્યાં, 4,898 લોકો હજુ લાપતા | 2026-09-05 09:13:20
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
મોજશોખ માટે અમદાવાદના પેલેડિયમ મોલમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરનાર કર્મચારી પકડાયો | 2026-09-04 18:01:42
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26
Exclusive: ગુજરાત પોસ્ટ ન્યૂઝે પહેલા જ ઘટસ્ફોટ કર્યો હતો, ગુજરાતની જગ્યાએ કેન્દ્રની એજન્સી DGGI એ પકડી પાડ્યું કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ | 2026-09-04 12:10:53
સુરતનું રિસર્ચ આધારિત સ્ટાર્ટઅપ નવીનમાર્ટ, ઈ-કોમર્સમાં શ્રેષ્ઠ કામગીરી માટે MY FM એક્સેલન્સ એવોર્ડ 2026 થી સન્માનિત | 2026-09-01 08:33:03
સુરતમાં સર્વિસ રિવોલ્વર સાફ કરતી વખતે PSI થી મિસ ફાયરિંગ થયું, એક યુવક ઘાયલ | 2026-08-23 09:57:57
લઠ્ઠાકાંડઃ નારી ચોકડીથી બોટલ લીધી, બસમાં પીધી અને ઘરે પહોંચતા અંધાપો આવ્યો, સુરતના સંજયસિંહનું મોત | 2026-08-23 09:37:51
ભાવનગર લઠ્ઠાકાંડમા ઝેરી દારૂ પીનારો યુવક સુરતની હોસ્પિટલમાં બ્રેઇન ડેડ | 2026-08-21 18:10:33