સુરતઃ આજકાલ વાળ અને ત્વચા સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની છે, જો તે યુવાઓથી માંડીને સૌ કોઈ આ માટે જાગૃત પણ બન્યાં છે. ત્યારે સુરતમાં હવે વાળ અને સ્કિનની સંભાળ લેવી વધુ સરળ બની છે. કારણ કે દેશની નામાંકિત હેર એન્ડ સ્કિન ક્લિનિકની સેવાઓ હવે સુરતમાં ઉપલબ્ધ થઈ છે. ચેન્નઈની એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકની બે શાખાઓની સુરતના વેસુ અને પાલ અડાજણ વિસ્તારમાં શરૂઆત થઈ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ બંને ક્લિનિકની શુભ શરુઆત કરવામાં આવી હતી.
શહેરના નામાંકિત ચેસ્ટ ફિઝિશિયન અને એલર્જી સ્પેશિયલિસ્ટ ડૉ.સમીર ગામીએ જણાવ્યું કે આજે સ્કિન કેર અને હેર કેર માટે લોકો જાગૃત થયા છે. વાળ અને સ્કિનની સંભાળ લેવા માટે તે સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે લોકો હેર એન્ડ સ્કિન કેર ક્લિનિક તરફ વળી રહ્યાં છે ત્યારે દક્ષિણ ભારતની અને વર્ષ 2004માં સ્થપાયેલી એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકની સેવા હવે સુરતમાં પણ ઉપલબ્ધ થઈ રહી છે.
દેશભરમાં 100 થી વધુ સેન્ટર ધરાવતી એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકની ગુજરાતમાં સૌ પ્રથમ વાર સુરતના વેસુ અને અડાજણ પાલ ખાતે શરૂઆત કરવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે જ એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ના ફાઉન્ડર સરન વેલજી અને ફાઉન્ડર મેમ્બર રાજેશ ચંદનજી એ બંને ક્લિનિકોનું ઉદ્ઘઘાટન કર્યું હતું.
આ પ્રસંગે ત્રણ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતા. વધુમાં ડૉ. સમીર ગામીએ જણાવ્યું કે સુરત ખાતેથી આ શરૂઆત થઈ છે અને કંપનીની યોજના આગામી સમયમાં ગુજરાતના તમામ મોટા શહેરોથી માંડીને તાલુકા કક્ષાએ ક્લિનિક સેન્ટર શરૂ કરવાની છે. એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિક ખાતે ઉપલબ્ધ સેવાઓ અંગે જણાવ્યું હતું કે અહીં સ્કિનની ટોન, પિગમેન્ટેશન, સહિત સ્કિન સંબંધિત વિવિધ સમસ્યાઓની સારવાર થશે, સાથે હેર લોસનું પ્રમાણ આજે વધી રહ્યું છે ત્યારે અહીં હેર લોસ અટકાવવા માટેની સારવાર, હેર ટ્રાન્સપ્લાન્ટ જેવી સારવાર પણ ઉપલબ્ધ હશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
જામનગરમાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી બ્લેકમેઇલ કરતી હનીટ્રેપ ગેંગના 4 સાગરીતો દમણથી ઝડપાયા | 2026-05-18 17:26:14
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
લગ્નનું વચન, શારીરિક સંબંધો અને ઇનકાર...વકીલ રહીમ શેખે રોહન તરીકે ઓળખ આપીને લવ જેહાદ કર્યો | 2026-05-18 09:04:10
ગુજરાતમાં કાળઝાળ ગરમી બની જીવલેણ: સુરત અને વડોદરામાં હીટસ્ટ્રોકથી બે લોકોનાં મોત | 2026-05-12 17:27:30
બાઇક અથડાવવા જેવી બાબતમાં સુરતમાં સગીરની ચપ્પુના ઘા મારીને હત્યા, પોલીસે આરોપી પર કર્યું ફાયરિંગ | 2026-05-11 09:49:50
સુરત SBI લૂંટકાંડમાં હજુ બીજા આરોપીઓની શોધખોળ, ક્રાઈમ બ્રાન્ચે UPના ગોંડાથી મુખ્ય સૂત્રધાર સહિત બેને દબોચ્યાં છે | 2026-05-05 17:14:30
સુરત SBI લૂંટમાં નવો ઘટસ્ફોટ, અત્યાર સુધી પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા | 2026-05-04 17:16:15