Fri,19 April 2024,4:03 am
Print
header

સુરતમાં બનેવીએ મિત્રો સાથે મળીને સાળીને વોટ્સએપ મેસેજથી કરી બિભત્સ માંગણી- Gujarat Post

(demo pic)

સુરતઃ શહેરના સીમાડા વિસ્તારમાં રહેતી બે સંતાનની માતાનો મોબાઈલ નંબર મિત્રોને આપીને પિતરાઈ બનેવીએ જ વ્હોટ્સએપ પર મેસેજ કરીને બિભત્સ માંગણી કરાવતા સરથાણા પોલીસે ગુનો દાખલ કર્યો છે. પિતરાઈ બનેવી અને તેના બે મિત્રોની ધરપકડ કરી છે.

સુરતમાં સીમાડા વિસ્તારમાં પતિ, અને બે સંતાનો સાથે રહેતી 33 વર્ષીય પરિણીતાના પતિને મગજની બિમારી હોવાથી તેની સારવાર ચાલુ છે. ગત ફેબ્રુઆરી માસમાં તેના વ્હોટ્સએપ પર ત્રણ અજાણ્યા નંબર પરથી બિભત્સ મેસેજ આવતા તેણે કોણે નંબર આપ્યો તેમ પૂછ્યું હતું. જો કે, નામ નહીં જણાવતા તેણે નંબર બ્લોક કરી દીધા હતા બીજા મહિને પણ અજાણ્યા બે નંબર પરથી વ્હોટ્સએપ પર ફરી બિભત્સ મેસેજ આવતા નંબર પણ બ્લોક કર્યા હતા. ત્યાર બાદ એક નંબર પરથી મેસેજ આવતા તેનું નામ પૂછ્યું તો તેણે પોતાની ઓળખ સંજય ભાલાળા તરીકે આપી મિત્રએ નંબર આપી કોલ કરવા કહ્યું છે તેમ કહેતા આ નંબર પણ બ્લોક કરી દીધો હતો.તેના થોડા સમય બાદ વધુ એક અજાણ્યા નંબર પરથી મેસેજ કરી મળવા બોલાવતા અને કેટલા રૂપિયા લેતો આવું, ક્યાં મળવું છે, ફાર્મમાં મળીએ, અમે ત્રણ મિત્રો મળવા આવીશું તેવો મેસેજ આવ્યો હતો.

પરિણીતાએ સતત એકસરખા મેસેજ આવતા હતા અને જે નંબર પરથી વધારે મેસેજ આવ્યાં હતા, તેને પોતાના ભાઈની ઓફિસે મળવા બોલાવતા ત્યાં ત્રણ વ્યક્તિ આવ્યાં હતા અને તે પૈકી ધર્મેશ દોંગા ઓફિસમાં મળવા આવતા તેને પૂછ્યું તો તેણે મિત્ર દેવાંગ ભાલાળાએ તમારો નંબર આપ્યો છે અને દેવાંગ તેમજ સંજય ભાલાળા અહીં મુકવા આવ્યાં હતા, તેમ કહ્યું હતું.દેવાંગ પરિણીતાના કાકાનો જમાઈ થતો હોય અને બાદમાં સંજયને મળવા બોલાવી પૂછતાં તમામ કરતૂત તેની જ હોવાનો ખુલાસો થતા પરિણીતાએ ત્રણેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch