સુરતઃ શહેરના ઉધના વિસ્તારમાં એક માતાનું રણચંડી સ્વરૂપ જોવા મળ્યું હતું. પોતાની 12 વર્ષની માસૂમ દીકરીની છેડતી થઈ હોવાની જાણ થતા જ માતાનો પિત્તો ગયો હતો અને તેમણે આરોપીને જાહેરમાં પકડીને મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યાં છે.
30 જાન્યુઆરીની રાત્રે ઉધના વિસ્તારમાં એક શખસે સગીરાની છેડતી કરી હતી. આ બાબતની જાણ થતા જ હિંમતવાન માતાએ ભાગવા જઈ રહેલા શખ્સનો કોલર પકડી લીધો હતો અને જાહેરમાં ફડાકા ઝીંકવાનું શરૂ કર્યું હતું. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. લોકોના જણાવ્યા અનુસાર આ શખ્સ અગાઉ પણ છેડતી જેવી હરકતો કરી ચૂક્યો છે અને ધમકીઓ આપતો હતો, જેના કારણે ઉશ્કેરાયેલા લોકોએ પણ તેને બેફામ માર માર્યો હતો.
આરોપીની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેનો ચહેરો પણ ઓળખાય તેમ ન હતો. લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી અને પોલીસ પણ અહીં પહોંચી ગઇ હતી.
આ ઘટના દરમિયાન માતાએ માત્ર આરોપીને પાઠ ભણાવ્યો એટલું જ નહીં, પણ ત્યાં હાજર અન્ય બાળકીઓને પણ પ્રેરણા આપી હતી. તેમણે કહ્યું કે, દરેક વખતે મા-બાપ તમારી સાથે નહીં હોય. જો કોઈ છેડતી કરે તો ગભરાવાને બદલે હિંમત બતાવીને તેને વળતો જવાબ આપવો.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
સુરતમાં હૈયું હચમચાવી દે તેવી ઘટના, ટ્યુશન જવાનો સમય થયો ત્યારે 5 માં ધોરણની વિદ્યાર્થિની ફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ | 2026-09-12 17:24:31
સુરતમાં દંપતીને 5 દિવસ ડિજિટલ અરેસ્ટ રાખીને રૂ.13 લાખની ઠગાઈ: મુંબઈનો ગઠિયો દિલ્હીથી ઝડપાયો | 2026-09-10 18:17:10
નવસારીમાં PM મોદીના હસ્તે દેશના પ્રથમ AI આધારિત ભાજપ કાર્યાલય નમો કમલમનું લોકાર્પણ | 2026-09-08 17:58:51
Exclusive: ગુજરાત પોસ્ટ ન્યૂઝે પહેલા જ ઘટસ્ફોટ કર્યો હતો, ગુજરાતની જગ્યાએ કેન્દ્રની એજન્સી DGGI એ પકડી પાડ્યું કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ | 2026-09-04 12:10:53
સુરતનું રિસર્ચ આધારિત સ્ટાર્ટઅપ નવીનમાર્ટ, ઈ-કોમર્સમાં શ્રેષ્ઠ કામગીરી માટે MY FM એક્સેલન્સ એવોર્ડ 2026 થી સન્માનિત | 2026-09-01 08:33:03