સુરતઃ શહેરમાં 13 વર્ષના વિદ્યાર્થીને લઈ ઘરેથી ભાગી જનારી શિક્ષિકાનો મુદ્દો માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. શિક્ષિકા ઝડપાયા બાદ આ કેસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. શિક્ષિકાએ પાંચ મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યા બાદ બાળક વિદ્યાર્થીનું જ હોવાનું રટણ કરી રહી છે. જેથી પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ ગઈ છે.
શિક્ષિકાએ છેલ્લા એક વર્ષમાં વિદ્યાર્થી સાથે તેના ઘરે અનેક વખત શરીર સંબંધ બાંધ્યા હોવાની પણ કબૂલાત કરી હતી. વિદ્યાર્થીના મેડિકલ રિપોર્ટમાં પિતા બનવા સક્ષમ હોવાનું સામે આવ્યું હતું. શિક્ષિકા ગર્ભવતી હોવાનું જાણ્યા બાદ સમાજ નહીં સ્વીકારે તેમ માનીને બંને ઘરેથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. વિદ્યાર્થી અને શિક્ષિકા ઘરેથી ભાગ્યા પછી ચાર દિવસ બાદ ઝડપાયા હતા. બુધવારે તેમને પોલીસે રાજસ્થાન બોર્ડર પાસેથી પોલીસે ચાલુ બસમાંથી જ ઝડપી લીધા હતા.
બંને સુરતથી વડોદરા, અમદાવાદ, જયપુર, દિલ્હી, વૃંદાવન ફર્યા હતા. આ દરમિયાન પણ તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. વિદ્યાર્થી શિક્ષિકા પાસે ત્રણ વર્ષથી ટ્યૂશન જતો હતો. શિક્ષિકા ઘણા સમયથી ટ્યૂશન કરાવતી હોવાથી શિક્ષિકા અને બાળક વચ્ચે નજીકના સબંધ કેળવાયા હતા અને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.
સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં ગત 25 એપ્રિલના રોજ વિદ્યાર્થીનું અપહરણ તેને અભ્યાસ કરાવતી 23 વર્ષીય શિક્ષિકા દ્વારા કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ બાદ પુણા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી શિક્ષિકાની શોધખોળ કરવામાં આવી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
લોકસભામાં સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અમિત શાહે વિપક્ષ અને રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન | 2026-03-11 20:01:23
હોર્મુઝની ખાડીમાં થાઈ કાર્ગો શિપ પર હુમલો: ગુજરાત આવી રહેલા જહાજમાં લાગી આગ | 2026-03-11 19:55:34
સુરત મનપાની સામાન્ય સભામાં ભાજપ-આપના કોર્પોરેટર વચ્ચે હાથાપાઇ થઇ | 2026-03-10 18:59:30
ડિંડોલીમાં બે યુવતીઓના આપઘાત કેસમાં થયો મોટો ખુલાસો, પોલીસે મોબાઈલ ચેક કરતા કારણ સામે આવ્યું | 2026-03-09 18:32:38
T- 20 વર્લ્ડકપ જીત્યા પછી સૂર્યાએ પોતાના આગામી મોટા લક્ષ્યનો ખુલાસો કર્યો, 2028 વિશે આ વાત કહી | 2026-03-09 08:36:15
સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવતા ચકચાર | 2026-03-07 09:37:59
ભરૂચમાં11 વર્ષની માસૂમ સગીરા પર પડોશી નરાધમે આચર્યું દુષ્કર્મ, પોલીસે ગણતરીના કલાકોમાં કરી ધરપકડ | 2026-03-05 17:13:18
સુરત પાસપોર્ટ ઓફિસમાં 3 દિવસમાં બીજી વાર ધમકીનો શંકાસ્પદ મેઇલ મળ્યો | 2026-03-02 19:24:17