સુરતઃ શહેરની ગીચ વસ્તી ધરાવતા વરાછા વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની એક સનસનાટીખેજ ઘટના સામે આવી છે. વરાછા સ્થિત SBIની શાખામાં ચાર હથિયારધારી લૂંટારુઓએ ત્રાટકીને અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી.
બપોરના સમયે જ્યારે બેંકની કામગીરી ચાલુ હતી ત્યારે ચાર અજાણ્યા સશસ્ત્ર શખ્સો ધસી આવ્યાં હતા. હથિયારો સાથે બેંકમાં ઘૂસેલા લૂંટારુઓએ કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યાં હતા અને જાનથી મારી નાખવાની ધમકીને સ્ટ્રોંગ રૂમ- કેશ કાઉન્ટર પર કબ્જો કરી લીધો હતો.
ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસ હરકતમાં આવી ગઈ હતી. વરાછા, પુણા, કાપોદ્રા અને સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત એસીપી, ડીસીપી અને એડિશનલ સીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક બેંક પર દોડી આવ્યાં હતા.
પોલીસે બેંકની અંદર અને બહારના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી લૂંટારુઓના વર્ણન અને ભાગવાના રૂટની તપાસ શરૂ કરી છે. લૂંટારુઓ શહેર છોડીને ભાગી ન જાય તે માટે શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર કડક નાકાબંધી કરી દેવામાં આવી છે. સમગ્ર વરાછા વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દઈ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ધોળા દિવસે થયેલી આ લૂંટને પગલે સુરત પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓએ આ મામલાને ગંભીરતાથી લઈ ગુનેગારોને વહેલી તકે ઝડપી લેવાની ખાતરી આપી છે.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
લગ્નનું વચન, શારીરિક સંબંધો અને ઇનકાર...વકીલ રહીમ શેખે રોહન તરીકે ઓળખ આપીને લવ જેહાદ કર્યો | 2026-05-18 09:04:10
ગુજરાતમાં કાળઝાળ ગરમી બની જીવલેણ: સુરત અને વડોદરામાં હીટસ્ટ્રોકથી બે લોકોનાં મોત | 2026-05-12 17:27:30
બાઇક અથડાવવા જેવી બાબતમાં સુરતમાં સગીરની ચપ્પુના ઘા મારીને હત્યા, પોલીસે આરોપી પર કર્યું ફાયરિંગ | 2026-05-11 09:49:50
સુરત SBI લૂંટકાંડમાં હજુ બીજા આરોપીઓની શોધખોળ, ક્રાઈમ બ્રાન્ચે UPના ગોંડાથી મુખ્ય સૂત્રધાર સહિત બેને દબોચ્યાં છે | 2026-05-05 17:14:30
સુરત SBI લૂંટમાં નવો ઘટસ્ફોટ, અત્યાર સુધી પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા | 2026-05-04 17:16:15