Wed,22 January 2025,4:17 pm
Print
header

વધુ એક જમીન કૌભાંડ, સુરતમાં ખેડૂતની જમીન પર 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી સ્કીમ મૂકવાનું સ્કેમ આવ્યું સામે- Gujarat Post

સુરતઃ ગુજરાતમાં વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે.સુરતમાં સાયલન્ટ ઝોનની સ્કીમ માટે કરોડોની જમીનના 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી દીધા હોવાનો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.

ઘોડદોડ રોડ ખાતે રહેતા ખેડૂતની ડુમ્મસ અને વાટાની કરોડો રૂપિયાની જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી સાયલન્ટ ઝોનની સ્કીમ મૂકવાનો કૌભાંડ સામે આવ્યું છે. જેમાં સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો અને સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટના અધિકારીઓ-કર્મચારીઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમમાં ગુનો નોંધાયો હતો. જ્યારે એક બ્રોકર તેમની જુદી-જુદી જમીનો પૈકી એક બ્લોકનું પ્રોપર્ટીકાર્ડ લઈ વેચાણ માટે આવ્યાં ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. બ્રોકરના આવ્યાં બાદ, ખેડૂતે તપાસ કરી તો તેમના તમામ સર્વે નંબરોમાં અલગ અલગ વ્યક્તિઓનાં નામે 135 બોગસ પ્રોપર્ટીકાર્ડ બન્યા હતા. આ અંગે ખેડૂતે મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી, કલેક્ટર, પોલીસ, મહાનગરપાલિકામાં કરેલી ફરિયાદમાં ન્યાય નહીં મળતા સીઆઈડી ક્રાઇમમાં અરજી કરવામાં આવી હતી. જેના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ કરતા ખુલાસો થયો કે, ફરિયાદી કે તેમના પરિવારજનોએ ક્યારેય પ્રોપર્ટીકાર્ડ મેળવવા અરજી કરી ન હતી. છતાં તેમની જમીનમાં આશરે 135 જેટલા અલગ અલગ ક્ષેત્રફળ મુજબ અલગ અલગ નામથી પ્રોપર્ટીકાર્ડ બની ગયા હતા. તે બનાવવા માટે જરૂરી પ્રક્રિયા નહીં કરી સુરત સીટી સર્વે સુપ્રિટેન્ટન્ડની કચેરીના અધિકારીઓએ તે બનાવ્યા હતા. એટલું જ નહીં તપાસમાં તેવું પણ જાણવા મળ્યું હતું કે, બોગસ પ્રોપર્ટીકાર્ડ બનાવી સાયલન્ટ ઝોન નામની પ્લોટીંગ સ્કીમ મુકનાર સમૃદ્ધિ કોર્પોરેશન નામની કોઈ કંપની નોંધાયેલી ન હતી, છતાં તેના બેન્ક એકાઉન્ટમાં પ્લોટોના વેચાણના પૈસા જમા થયા હતા. આ મામલે તપાસ દરમિયાન વધુ મોટા ઘટસ્ફોટ થઈ શકે છે અને મોટા માથાઓનાં નામો સામે આવી શકે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch