સુરત: ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ને વધુ એક સફળતા મળી છે. સુરત જિલ્લાના કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન હેઠળની વરેલી બીટમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શીતલભાઇ નટવરભાઇ પ્રજાપતિને રૂપિયા 30,000ની લાંચ લેતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યાં છે.
ફરિયાદ કરનાર જાગૃત નાગરિક અગાઉ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. પરંતુ હાલમાં તેઓ ધંધો કરતા નથી. તેમ છતાં, આક્ષેપિત હેડ કોન્સ્ટેબલ શીતલભાઇ પ્રજાપતિએ (ઉં.વ. 50) ફરિયાદી પાસે દારૂના ધંધાના નામે રૂપિયા 30,000 ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે, 1લી જાન્યુઆરી 2026ના રોજ એ.સી.બી. દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. છટકા દરમિયાન હેડ કોન્સ્ટેબલ શીતલભાઇએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેમને સ્થળ પરથી દબોચી લીધા હતા અને રૂપિયા 30,000 ની પૂરેપૂરી રકમ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વરેલી બીટ, કડોદરા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન, જિ.સુરત ખાતે ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ શીતલભાઈ નટવરભાઈ પ્રજાપતિ રૂ।.૩૦,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.
— ACB Gujarat (@ACBGujarat) January 1, 2026
Dial 1064 @sanghaviharsh @PIYUSH_270871@InfoGujarat#ACBGuiarat #Guiarat#FightAgainstCorruption#CareProgram
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
સુરત ભાજપનો આંતરિક વિવાદ બન્યો હિંસક: MLA કાંતિ બલરની ઓફિસમાં મહિલા કોર્પોરેટર અને પતિ પર હુમલો | 2026-08-05 16:45:26
ચા ની ટપરીથી ઓફિસ કોમ્યુટર સુધી: જૈનમનું કલ જાનતે હૈં, કલ બનાતે હૈં કેમ્પેઇન રોકાણકારોને બતાવશે સાચો રસ્તો ! | 2026-08-04 20:05:17
સુરતના લસકાણામાં કિન્નરોના બે જૂથો વચ્ચે લોહિયાળ ખેલ | 2026-08-03 18:44:34
સુરતમાં 25 દિવસમાં ત્રીજી વખત ખાડી પૂરનું સંકટ, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર | 2026-07-31 16:18:29
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની સુરત પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો? | 2026-07-30 15:49:54