Tue,08 October 2024,9:22 am
Print
header

Surat: અમેરિકાની આવેલી ડોક્ટર યુવતીને સોશિયલ મીડિયા પર મિત્રતા ભારે પડી, યુવકે ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને રૂ. 1.89 કરોડ પડાવ્યાં

Surat Crime News: ડાયમંડ નગરી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે ઉંચે જઇ રહ્યો છે. સુરત શહેરમાં રહેતી એક યુવતી 2019 દરમિયાન અમેરિકા અભ્યાસ માટે ગઈ હતી, દરમિયાન એક યુવકે તેને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી, ત્યારે યુવતીએ ભારતીય લાગતા તે યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારીને યુવક સાથે મિત્રતા શરૂ કરી હતી. છ મહિનામાં યુવતીને પ્રેમ થયો અને ત્યારબાદ યુવકે પોતાનું અસલી રૂપ બતાવવાનું ચાલુ કર્યું હતું.

વર્ષોથી અમેરીકામાં રહેતી અને છેલ્લા એક મહિનાથી સુરત રહેવા આવેલી 27 વર્ષીય ડોક્ટર યુવતી સાથે ફેસબુક મારફતે મિત્રતા કેળવીને તારા ન્યૂડ ફોટો મારી પાસે છે કહીને બ્લેકમેઈલ કરીને શખ્સે રૂ.1,89,63,561 પડાવ્યાંની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાઈ છે. યુવાન બેંગ્લોર કે ચેન્નઈનો હોવાની શક્યતાને આધારે સાયબર ક્રાઈમ પોલીસની ટીમ ત્યાં રવાના થઈ હતી અને ચેન્નઈ ખાતેથી સ્થાનિક વેશ ધારણ કરી ડોક્ટર યુવતીને બ્લેકમેઈલ કરી પૈસા પડાવનાર 29 વર્ષીય ગુરૂપ્રસાદ ગુરૂવૈયાહ કોવીને ઝડપી લીધો હતો.

સાયબર ક્રાઈમ પોલીસે એમબીએ થયેલા ગુરૂપ્રસાદની પુછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે તેણે ફેસબુક અને વ્હોટ્સએપ મારફતે ડોક્ટર યુવતી સાથે મિત્રતા કરી હતી.બાદમાં તેના બિભત્સ ફોટા મેળવી તેને સંબંધીઓ અને મિત્ર વર્તુળમાં વાયરલ કરવાની ધમકી આપી તેમજ વિડીયો કોલમાં બિભત્સ વાતો કરવા કહી પૈસા પડાવ્યાં હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch