Fri,20 September 2024,12:07 pm
Print
header

વધુ એક ભ્રષ્ટ બાબુની દિવાળી એસીબીએ બગાડી, કોસંબાના PSI રૂ. 50 હજારની લાંચ લેતા ઝડપાયા- Gujarat Post

(લાંચ લેતા પકડાયેલા પીએસઆઈ)

લાંચિયા અધિકારીઓ પર સતત ગાળિયો ભીંસી રહ્યું છે એસીબી

છેતરપિંડીના ગુનામાં આરોપીને હેરાન નહીં કરવા પીએસઆઈએ લાંચ માંગી હતી

સુરતઃ માંગરોળ તાલુકાની પાલોદ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ જશમત મુળિયાએ ફરિયાદીને હેરાન પરેશાન નહીં કરવા 50 હજાર રૂપિયાની લાંચ માગી હતી. લાંચની રકમ સ્વીકારતાં એસીબીએ તેમને રંગેહાથ ઝડપ્યાં હતા. કોસંબા પોલીસ મથકમાં છેતરપિંડીના નોંધાયેલા ગુનામાં હેરાન પરેશાન નહીં કરવા માટે પાલોદ પોલીસ ચોકીના પીએસઆઈ જશમત મુળિયાએ રૂપિયા 50 હજારની લાંચ માંગી હતી. જે  લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એએસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના અનુસંધાને એસીબીના પીઆઈ કે.જે.ધડુક તથા ટીમે લાંચનું છટકુ ગોઠવ્યું હતું. પીએસઆઈ જસમત મુળિયાએ ફરિયાદીને લાંચની રકમ લઈ પાલોદ પોલીસ ચોકી, કીમ ચાર રસ્તા પાસે બોલાવ્યો હતો. જ્યાં ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા એસીબીની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે તેમી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. દિવાળી પહેલા જ પીએસઆઈ લાંચ લેતા ઝડપાતા લાંચિયા પોલીસકર્મીઓમાં ફફડાટ ફેલાયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch