સુરત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત કલેક્ટર કચેરી રાજકીય જંગનું મેદાન બની હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વોર્ડ નંબર 14 (માતાવાડી-કરંજ)ના આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર ગૌશાલીબેન ગાંગડે એ કલેક્ટર કચેરીમાં જ ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર વહીવટી તંત્ર અને રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
જ્યારે અન્ય પક્ષના ઉમેદવારો ઉત્સાહભેર ફોર્મ ભરી રહ્યાં હતા, ત્યારે ગૌશાલીબેને અચાનક આત્મઘાતી પગલું ભરતા કચેરીમાં દોડધામ મચી ગઈ હતી. સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. આત્મહત્યાના પ્રયાસ પાછળના કારણો જણાવતા તેમણે આક્રોશ સાથે કહ્યું કે,ચૂંટણી પંચના કડક નિયમો અને ફોર્મમાં રહેલી ટેકનિકલ ખામીને કારણે તેઓ ઉમેદવારી પત્ર ભરી શક્યા ન હતા.
નિયમ મુજબ ડેટામાં સુધારો ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ જ થઈ શકે છે, જે ન થઈ શકતા તેમની ઉમેદવારી અટવાઈ હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે પાર્ટીએ તેમને મેન્ડેટ આપ્યું હતું, પરંતુ આવું થતા હતાશ થઈને તેમણે આ પગલું ભર્યું છે. ઘટનાની ગંભીરતાને જોતા કલેક્ટર કચેરી ખાતે તાત્કાલિક વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. હાલ ગૌશાલીબેન તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ સુરતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.
બીજી તરફ કલેક્ટર કચેરીમાં રાજકીય નારેબાજીએ જોર પકડ્યું હતું. આપના નેતા મનોજ સોરઠીયા અને ગોપાલ ઈટાલિયા નામાંકન પત્ર ભરવા પહોંચ્યાં ત્યારે ત્યાં હાજર ભાજપના કાર્યકરો સાથે ઘર્ષણ થયું હતું. ભાજપના કાર્યકરોએ ગોપાલ ઈટાલિયાને જોતા જ મોદી-મોદીના નારા લગાવ્યાં હતા. ભાજપ તરફથી કેજરીવાલ ચોર છે અને દેશ કે ગદ્દારો કો... જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં ત્યારે વાતાવરણ ત્યારે વધુ તંગ બન્યું હતું.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
ભાજપમાં પદાધિકારીઓની નિમણૂંક લટકી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોના અનેક દિવસો થયા છંતા પદો ખાલી | 2026-05-14 17:07:39
પ્રતિક યાદવનું કંઈ રીતે થયું મોત ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો | 2026-05-13 17:39:00
લગ્નનું વચન, શારીરિક સંબંધો અને ઇનકાર...વકીલ રહીમ શેખે રોહન તરીકે ઓળખ આપીને લવ જેહાદ કર્યો | 2026-05-18 09:04:10
ગુજરાતમાં કાળઝાળ ગરમી બની જીવલેણ: સુરત અને વડોદરામાં હીટસ્ટ્રોકથી બે લોકોનાં મોત | 2026-05-12 17:27:30
બાઇક અથડાવવા જેવી બાબતમાં સુરતમાં સગીરની ચપ્પુના ઘા મારીને હત્યા, પોલીસે આરોપી પર કર્યું ફાયરિંગ | 2026-05-11 09:49:50
સુરત SBI લૂંટકાંડમાં હજુ બીજા આરોપીઓની શોધખોળ, ક્રાઈમ બ્રાન્ચે UPના ગોંડાથી મુખ્ય સૂત્રધાર સહિત બેને દબોચ્યાં છે | 2026-05-05 17:14:30
સુરત SBI લૂંટમાં નવો ઘટસ્ફોટ, અત્યાર સુધી પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા | 2026-05-04 17:16:15