સુરત: સોશિયલ મીડિયાના યુગમાં અજાણ્યા વ્યક્તિઓ સાથેની મિત્રતા ક્યારેક ભારે પડી શકે છે, તેનો જીવતો જાગતો કિસ્સો સુરત શહેરમાં પ્રકાશમાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર થયેલી દોસ્તી બાદ એક યુવતી પર દુષ્કર્મ આચરી, તેની અંગત પળોનો વીડિયો વાયરલ કરનાર શખ્સને સુરત પોલીસે મહેસાણાથી દબોચી લીધો છે.
મળતી વિગતો અનુસાર, સુરતમાં એકલી રહેતી યુવતીની મુલાકાત ત્રણ વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મહેસાણા જિલ્લાના નંદાસણ તાલુકાના કૈયાર ગામના વતની કરણ નરેશભાઈ દંતાણી સાથે થઈ હતી. ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. કરણે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી.
થોડા સમય પહેલા કરણ સુરત રેલવે સ્ટેશન આવ્યો હતો અને યુવતીને મળવા બોલાવી હતી. ત્યાંથી તે યુવતીને પોતે રોકાયો હતો તે હોટલમાં લઈ ગયો હતો. હોટલમાં લગ્નની ખાતરી આપી તેણે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને કપટપૂર્વક તેની જાણ બહાર બીભત્સ વીડિયો ઉતારી લીધો હતો.
દુષ્કર્મ આચર્યા બાદ કરણે યુવતી સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. આટલું ઓછું હોય તેમ, ગત 3 ફેબ્રુઆરીના રોજ આરોપીએ યુવતીને બદનામ કરવાના હેતુથી તે અંગત પળોનો વીડિયો સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ) પર અપલોડ કરી દીધો હતો. પોતાની સાથે થયેલા વિશ્વાસઘાત અને બદનામીથી વ્યથિત થઈ યુવતીએ આખરે પોલીસના દ્વાર ખખડાવ્યા હતા.
યુવતીએ આ મામલે મહીધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કરણ દંતાણી સામે બળાત્કાર અને આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી મહેસાણામાં હોવાની જાણ થતા સુરત પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને કરણને ઝડપી પાડી સુરત લઈ આવી હતી. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
દેશમાં ગેસ અને ઇંધણની કોઈ અછત નથી: ગભરાઇને બુકિંગ ન કરવા મોદી સરકારની અપીલ | 2026-03-13 17:25:59
Video: આંજણા પટેલ યુવક સાથે લગ્ન બાદ સિંગર કિંજલ રબારીએ હર્ષ સંઘવીને શું કરી વિનંતી ? | 2026-03-13 17:10:01
Stock Market Crash: સતત વેચવાલીથી રોકાણકારો ચિંતિત, શેરબજારમાં 10 લાખ કરોડ ધોવાયા | 2026-03-13 16:58:09
ACB ટ્રેપમાં દૂધ મંડળીના ઓડિટર સહિત 2 લોકો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-13 15:22:51
LPG સંકટ પર હરદીપ સિંહ પુરીએ લોકસભામાં આપ્યો આ જવાબ: Video | 2026-03-12 16:59:16
સુરતમાં કોથળામાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, સગા પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ જ કરી હતી હત્યા | 2026-03-12 16:48:11
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
સુરત મનપાની સામાન્ય સભામાં ભાજપ-આપના કોર્પોરેટર વચ્ચે હાથાપાઇ થઇ | 2026-03-10 18:59:30
ડિંડોલીમાં બે યુવતીઓના આપઘાત કેસમાં થયો મોટો ખુલાસો, પોલીસે મોબાઈલ ચેક કરતા કારણ સામે આવ્યું | 2026-03-09 18:32:38
સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવતા ચકચાર | 2026-03-07 09:37:59