(demo pic)
Surat Crime News: સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા મૂળ બોટાદના 39 વર્ષીય રત્નકલાકારને તેના મિત્ર અને મહિલા સહિત પાંચની ટોળકીએ હનીટ્રેપમાં ફસાવી રૂ.75 હજાર પડાવ્યાં હતા. આ અંગે ભોગ બનનારે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે જમીનદલાલ મિત્રની ધરપકડ કરી હતી.
મૂળ બોટાદના રોહિશાળા ગામના વતની અને સુરતમાં અમરોલી વિસ્તારમાં પરિવાર સાથે રહેતા 39 વર્ષીય રત્નકલાકારને તેના જમીન દલાલ મિત્ર ઉમેશે ફોન કરી કહ્યું હતું કે હું એક ભાભી લાવ્યો છું, તમારે આવવું હોય તો આવો. જેથી તે ઉમેશે આપેલા સરનામા પર પહોંચ્યો હતો. ત્યાં બહાર ઉભેલો ઉમેશ તેમને તે ઘરમાં લઈ ગયો હતો, જ્યાં ડ્રોઈંગ રૂમમાં ક્રીમ કલરની સાડી પહેરેલી મહિલા હાજર હતી .ઉમેશે તેને તે મહિલા સાથે જવા કહેતા બંને અંદરના રૂમમાં ગયા હતા અને ઉમેશ બહાર બેસેલો હતો. બંને ગાદલા ઉપર બેસેલા હતા ત્યારે ત્રણ અજાણ્યા દરવાજો ખોલીને અંદર આવ્યાં હતા. ત્રણેયે પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને પોતાનું આઈકાર્ડ બતાવીને આ શું કરે છે કહીને બે ત્રણ થપ્પડ મારી હતી.
તેને પોલીસ સ્ટેશન નહીં લઈ જવા માટે રૂ.3 લાખની માંગણી કરી હતી, રકઝક બાદ રૂ.75 હજાર લેવા તૈયાર થતા સેફ ડીપોઝીટમાંથી પૈસા લેવા માટે આવ્યાં હતા. તેમણે સેફની ચાવી મંગાવી રૂ.75 હજાર ઉપાડી બહાર ઉભેલા ઉમેશને આપ્યાં હતા, ત્યાર બાદ રત્નકલાકારને લાગ્યું હતું કે તેને ફસાવી દેવામાં આવ્યો છે, જેથી તેને પોતાના મિત્ર અને અન્ય આરોપીઓ સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. હાલમાં પોલીસે ઉમેશને ઝડપી લીધો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Starliner Landed: સુનીતા વિલિયમ્સને લીધા વગર જ ધરતી પર આવ્યું સ્ટારલાઇનર- Gujarat Post | 2024-09-07 14:22:08
Rajkot News: રાજકોટમાં રજૂઆત કરવા આવેલા ભાજપના જ નેતાને પાટીલથી રખાયા દૂર, બહારથી જ રવાના કરી દેવામાં આવ્યાં- Gujarat Post | 2024-09-07 14:04:47
Crime News: બર્થ ડે પાર્ટીમાં યુવતીને પીવડાવ્યું નશીલું લીંબુ પાણી અને પછી...Gujarat Post | 2024-09-07 14:00:41
રાજકોટમાં Acb એ રૂ.10 લાખની લાંચનો કર્યો પર્દાફાશ, મહારાષ્ટ્રના એક પીઆઇ વતી લાંચ લેનારો ઝડપાયો | 2024-09-06 21:46:39
200 કિલો નશાનો સામાન જપ્ત, અમદાવાદમાં વટવા જીઆઇડીસીમાંથી ગાંજા સાથે 7 લોકો ઝડપાયા | 2024-09-06 16:51:19
Ahmedabad News: દીપક ઠક્કર પાસે અંદાજે રૂ.100 કરોડથી વધુની સંપત્તિ, આજે રિમાન્ડ થશે પૂરા- Gujarat Post | 2024-09-06 10:44:31
પીએમ મોદીના જન્મદિવસે જ વિરોધ....રાજ્ય કર્મચારી મહામંડળ OPS મુદ્દે 17 સપ્ટેમ્બરે કામકાજથી દૂર રહેશે- Gujarat Post | 2024-09-06 10:38:54
આખરે સુરતમાં કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.10 લાંચ માંગવાના કેસમાં AAPના બે કાઉન્સિલરો સામે કેસ નોંધાયો, એકની ધરપકડ | 2024-09-04 08:48:03
ACB એ રૂ. 1,00,000 ની લાંચનો પર્દાફાશ કર્યો, આવી રીતે સુરતમાં ASI અને વચેટિયાને ઝડપી પાડ્યાં | 2024-08-29 18:07:02
Surat Rain: ઉકાઈમાંથી પાણી છોડાતા તાપી બે કાંઠે, સુરતીઓની વધી ચિંતા | 2024-08-27 11:54:49
પત્ની અને તેના પ્રેમીની ક્રૂર રીતે કરી હત્યા, સુરતમાં જેલમાંથી પેરોલ પર પતિ ઘરે આવતા જ ખેલાયો ખૂની ખેલ | 2024-08-26 15:46:09
મેં મારી પત્નીની હત્યા કરી નાખી....સુરતમાં પત્નીને મોતને ઘાટ ઉતારીને પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશન- Gujarat Post | 2024-08-25 11:21:43