Thu,18 April 2024,2:04 pm
Print
header

તલાટીએ ટોઇલેટમાં લાંચ લીધી અને સુરત ACBએ સપાટો બોલાવી દીધો, રૂપિયા 30 હજાર રિકવર કરાયા

એસીબીએ લાંચની રકમ રિકવર કરીને વધુ કાર્યવાહી હાથ ધરી  

સુરતઃ શહેરમાં લાંચ લેતા અધિકારીઓ- કર્મચારીઓ પર એસીબીએ ભીંસ વધારી છે. સુરતમાં તલાટી અને તેના ટાઉટને એસીબી ટીમે ઝડપીને લાંચના રૂપિયા કબ્જે કર્યાં છે.  પેઢીનામું બનાવી આપવા જાણીતા વકીલ વિરલ મહેતા પાસે મજૂરાના રેવન્યૂ તલાટી સાગર ભેંસાણીયાએ 30 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. આ રકમ લેવા માટે તેમણે કચેરીના કોમન ટોયલેટમાં તલાટીને બોલાવ્યો હતો.જેવી લાંચ સ્વીકારી તે સાથે જ વકીલ સાથે પહોંચેલી એલસીબી ટીમે તલાટી અને તેના ટાઉટને ઝડપી લીધા હતા. 

જાણીતા વકીલના સસરાનું અવસાન થતાં તેમણે પત્ની, સાસુ અને સાળીના નામે પેઢી નામું બનાવવાની જરૂરિયાત ઉભી થઈ હતી. આ માટે તેમણે અરજી તૈયાર કરી અઠવા લાઈન્સ કોર્ટ સામે આવેલી મામલતદાર ઓફિસમાં રેવન્યૂ તલાટી સાગર ભેંસાણીયાનો સંપર્ક કર્યો હતો અને અરજી જમા કરાવી હતી, પેઢીનામું તૈયાર થઈ ગયા બાદ તલાટીએ 30 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જે બાદ ટાઉટ તરીકે કામ કરતાં હિરેન ગોસાઇએ પણ આ વાત કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેઓ એસીબીમાં મદદનીશ નિયામક નિરવસિંહ ગોહિલ પાસે પહોંચ્યા હતા. જે બાદ છટકું ગોઠવીને તલાટી અને ટાઉટને લાંચ લેતા ઝડપી લેવાયા હતા

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch