Sun,27 November 2022,4:15 am
Print
header

સુરતમાં આપના ઉમેદવારની પલટી, ફોર્મ પાછું ખેંચીને આપને ગણાવી દેશ વિરોધી પાર્ટી- Gujarat Post News

સુરતઃ ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનને થોડા જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે મતદાન પહેલા જ સુરતમાં રાજકારણ ગરમાયું છે. સુરત પૂર્વના આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પાછું ખેંચીને પલટી મારી છે. ગઇકાલ રાતથી તેમનો સંપર્ક જ ન હતો અને સવારે 11 વાગ્યાની આસપાસ ફોર્મ પાછું ખેંચવા પહોંચ્યાં હતા. 

વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું છે કે ભાજપના લોકો જબરજસ્તી ફોર્મ પાછું ખેંચાવી રહ્યાં છે. ગઈકાલે રાત્રે ઈસુદાન ગઢવીએ કંચન જરીવાલાના ગુમ થવા અંગે ટ્વિટ કર્યું હતું. સુરત પૂર્વમાં ભાજપે અરવિંદ રાણાને ઉમેદવાર બનાવ્યાં છે. જો જરીવાલા ચૂંટણી લડે તો ત્રિપાંખીયો જંગ થાત, પરંતુ હવે તેનો સીધો જ ફાયદો ભાજપને થશે.

રાઘવ ચઢ્ઢાએ જરીવાલા ગુમ થવા અંગે કહ્યું કે તેમને સવારથી ભાજપના ગુંડાઓથી પરેશાન હતા. ભાજપનો એટલો ડર છે કે તેઓએ સરેઆમ આપના ઉમેદવારના અપહરણ કરવાના શરૂ કર્યાં છે. ભાજપના ગુંડાઓએ દબાણ કર્યું હતું કે તમે નામાંકન રદ્દ કરો અને ઉમેદવારી પરત ખેચો. ઉમેદવારી પાછી ખેચવા માટે દબાણ કરતા ભાજપના ગુંડાઓની વાત ન માનવાથી તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. કોઈ અજાણી જગ્યા પર તેમને લઈ જવામાં આવ્યા છે, તેમનો ફોન બંધ આવે છે. આ અંગે ચૂંટણી પંચમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. કંચનજીના પરિવાર પર દબાણ કરવામાં આવી રહ્યું છે.  

બીજી તરફ કંચનજીએ એક વીડિયો મારફતે આપ પર પ્રહાર કર્યાં છે અને કહ્યું છે કે આમ આદમી પાર્ટી રાષ્ટ્ર વિરોધી પાર્ટી છે. જેથી હું ઉમેદવારી પાછી ખેંચી રહ્યો છું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch