Sat,17 October 2026,4:56 am
Print
header

સુરતના પલસાણામાં સાસરિયાંના ત્રાસથી 4 મહિનાની ગર્ભવતી મહિલાએ જીવન ટૂંકાવ્યું

  • Published By
  • 2026-09-19 18:21:37
  • /

સુરત: પલસાણામાં 4 મહિનાની સગર્ભા પરિણીતાએ સાસરિયાના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને ફાંસો ખાઈ લીધો હોવાનો પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે. પલસાણાના કણાવ ગામમાં રહેતી 23 વર્ષીય સપના નીલેશ નિકમે ગઈકાલે (18 સપ્ટેમ્બર) પોતાના સાસરીના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સપનાના લગ્ન ચાર વર્ષ અગાઉ નીલેશ સાથે થયા હતા અને તેમને 3 વર્ષની એક દીકરી છે. આ ઉપરાંત સપના 4 મહિનાની ગર્ભવતી પણ હતી.

મૃતકના માતા રંજનાબેને વ્યથા ઠાલવતા જણાવ્યું કે, સવારે 8 વાગ્યે સપનાનો ફોન આવ્યો હતો અને તેણે રડતાં રડતાં કહ્યું કે 'મમ્મી, આ લોકો મને ત્રાસ આપે છે'. હું તે વખતે અમદાવાદ હોવાથી તેને પોલીસને જાણ કરવા સમજાવ્યું હતું. પરંતુ બપોરે 2 વાગ્યે તેના દિયરે ફોન કરીને સપનાએ આપઘાત કરી લીધાની જાણ કરી હતી.

પિયર પક્ષે આક્ષેપ કર્યો છે કે લગ્નજીવનના 4 વર્ષ દરમિયાન પતિ, સાસુ અને સસરા દ્વારા અવારનવાર શારીરિક-માનસિક ત્રાસ અપાતો હતો. પતિ દારૂ પીને આવી મારઝૂડ કરતો અને ચારિત્ર્ય પર શંકા રાખતો હતો. પલસાણા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડી સાસરિયાં વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch