સુરત: ઓરો યુનિવર્સિટી ખાતે આયોજીત બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ- દક્ષિણ ગુજરાત (VGRC) નું આજે શનિવારે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સમાપન થયું હતું. આ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે મહત્વની સાબિત થઇ છે. જેમાં કુલ રૂ. 3,53,306 કરોડના રોકાણ માટે 2792 MoU કરવામાં આવ્યાં.
સમાપન સત્રને સંબોધતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું કે, ગુજરાત દેશની કુલ જીડીપીમાં 8 ટકા, મેન્યુફેક્ચરિંગમાં 17 ટકા અને મર્ચેન્ડાઈઝ એક્સપોર્ટમાં 27 ટકા હિસ્સો ધરાવે છે. તેમણે ઉમેર્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં શરૂ કરેલી વાઇબ્રન્ટ ગુજરાતની પરંપરા આજે અન્ય રાજ્યો માટે મોડેલ બની છે. સુરતનું ડાયમંડ-ટેક્સટાઈલ અને ભરૂચ-અંકલેશ્વરનું કેમિકલ હબ હવે વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થયું છે. ટ્રાઈબલ વિસ્તારોને ગાર્મેન્ટિંગ ઉદ્યોગ સાથે જોડી વિકાસના નવા દ્વાર ખોલવામાં આવી રહ્યાં છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, આ કોન્ફરન્સ દરમિયાન થયેલા MoU આગામી ત્રણ વર્ષમાં કાર્યરત થવાથી દક્ષિણ ગુજરાતના 2.82 લાખથી વધુ યુવાનોને પ્રત્યક્ષ રોજગારી મળશે. ગુજરાતની જીડીપી 2003માં રૂ. 1.29 લાખ કરોડ હતી, જે આજે વધીને રૂ. 27.09 લાખ કરોડ પર પહોંચી છે.
હવેથી રિજનલ કોન્ફરન્સમાં ઉદ્યોગકારોની સમસ્યાઓના ત્વરિત નિરાકરણ માટે ઓપન ડોર મીટિંગ યોજાશે. આદિજાતિ વિસ્તારો (ડાંગ, તાપી, વલસાડ, નવસારી) માં ગાર્મેન્ટ સેક્ટર દ્વારા આગામી બે વર્ષમાં 25 હજારથી વધુ મહિલાઓને રોજગારી અપાશે.
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, ગુજરાત આજે ટેલેન્ટ અને ટેકનોલોજીનો પર્યાય બન્યું છે. અધિક મુખ્ય સચિવ મમતા વર્માએ આ કોન્ફરન્સને સ્કેલ અને સ્કીલના સમન્વય તરીકે ઓળખાવી હતી. આ પ્રસંગે વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ MSE અને MSME એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
લગ્નનું વચન, શારીરિક સંબંધો અને ઇનકાર...વકીલ રહીમ શેખે રોહન તરીકે ઓળખ આપીને લવ જેહાદ કર્યો | 2026-05-18 09:04:10
ગુજરાતમાં કાળઝાળ ગરમી બની જીવલેણ: સુરત અને વડોદરામાં હીટસ્ટ્રોકથી બે લોકોનાં મોત | 2026-05-12 17:27:30
બાઇક અથડાવવા જેવી બાબતમાં સુરતમાં સગીરની ચપ્પુના ઘા મારીને હત્યા, પોલીસે આરોપી પર કર્યું ફાયરિંગ | 2026-05-11 09:49:50
સુરત SBI લૂંટકાંડમાં હજુ બીજા આરોપીઓની શોધખોળ, ક્રાઈમ બ્રાન્ચે UPના ગોંડાથી મુખ્ય સૂત્રધાર સહિત બેને દબોચ્યાં છે | 2026-05-05 17:14:30
સુરત SBI લૂંટમાં નવો ઘટસ્ફોટ, અત્યાર સુધી પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા | 2026-05-04 17:16:15