Sat,08 August 2026,9:40 pm
Print
header

સુરતના લસકાણામાં કિન્નરોના બે જૂથો વચ્ચે લોહિયાળ ખેલ

  • Published By dilip patel
  • 2026-08-03 18:44:34
  • /
  • રેલ્વે સ્ટેશન પર પૂજા બાબતે વિવાદ ચાલતો હતો
  • ઘરમાં ઘૂસીને કરાયો પૂર્વ આયોજિત હુમલો

સુરતઃ શહેરના લસકાણા વિસ્તારમાં કિન્નરોના બે જૂથો વચ્ચેની જૂની અદાવતમાં હિંસક અને લોહિયાળ અથડામણ થઇ છે. ટ્રેડ બેગિંગ કરીને ગુજરાન ચલાવતા 29 વર્ષીય કિન્નર સપનાકુંવર પર 5 જેટલા કિન્નરોએ જીવલેણ હુમલો કર્યો હતો.

30 જુલાઈના રોજ બપોરે બે વાગ્યાની આસપાસ સપનાકુંવર પોતાના સહયોગીઓ સાથે સુરત રેલ્વે સ્ટેશન પર હાજર હતા. ત્યાં ચૈતર મહિનામાં મહાકાળી માતાજીની પૂજા કરવા બાબતે અંદરોઅંદર વાતો થઈ રહી હતી. આ સમયે નજીક બેસેલા ખુશીકુંવર નામના કિન્નરે તમે મારી વાતો કેમ કરો છો ? તેમ કહી ગાળાગાળી કરી ઝઘડો શરૂ કર્યો હતો.

રેલ્વે સ્ટેશન પર થયેલી બોલાચાલીની અદાવત રાખીને આરોપીઓ સાંજના સમયે સપનાકુંવરના મિત્ર દીપકુવરના લસકાણા સ્થિત ઘરે પહોંચી ગયા હતા. રાત્રે આશરે 8 વાગ્યે જ્યારે સપનાકુંવર અને તેમના મિત્રો જમવાનું બનાવી રહ્યાં હતા, ત્યારે આરોપીઓ ઘરમાં ઘૂસી આવ્યાં હતા

શુભકુંવર અને બ્યુટીકુંવરે સપનાકુંવરને પકડી રાખ્યા હતા, જ્યારે જમનાકુંવરે લાકડાના ફટકા વડે આડેધડ માર માર્યો હતો. ખુશીકુંવરે સપનાકુંવરને નીચે પાડી રસોડામાંથી શાક સમારવાનું ચપ્પુ ઊંચકી હુમલો કર્યો હતો. બચાવમાં હાથ આડો ધરતાં સપનાકુંવર લોહીલુહાણ થઈ ગયા હતા. માન્યાકુંવર નામના કિન્નરે પણ છાતીમાં લાત મારી અને વાળ પકડી નીચે પછાડી દીધા હતા. જે બાદ આસપાસના લોકો ભેગા થઈ જતાં તમામ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch