સુરતઃ સુરતમાં એક કરૂણ ઘટના બની છે. અહીં રોજી રોટી રળવા આવેલા ડઝનથી વધુ પર પ્રાંતિયોના મોત થઇ ગયા છે. કીમ-માંડવી રોડ પર કોસંબામાં બેકાબૂ બનેલી ટ્રકે રસ્તાની બાજુમાં સૂતા 15 શ્રમજીવીઓને કચડી નાખ્યાં છે. 4 લોકો ઘાયલ થયા છે. ઘટના રાતના 12 વાગ્યાની આસપાસની છે.પાલોદ ગામની સીમમાં હાઈવે પર જઇ રહેલી ટ્રકના ચાલકે ઓવરટેક કરવાના ચક્કરમાં શેરડી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી દીધી હતી.
Gujarat: 13 people died after they were run over by a truck in Kosamba, Surat.
— ANI (@ANI) January 19, 2021
Police says, "All the deceased are labourers and they hail from Rajasthan." pic.twitter.com/E9uwZnrgeO
ટક્કરને કારણે ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો તેને કારણે ફુટપાથ પર સૂતેલા શ્રમજીવીઓ પર ટ્રક ચડાવી દીધી હતી. ઘટનામાં 15 શ્રમજીવીઓના મોત થયા છે. જ્યારે 3 લોકોની હાલત ગંભીર છે. તમામ ગંભીર લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
આ અકસ્માતમાં છ માસની બાળકીનો ચમત્કારીક બચાવ થયો છે. જો કે તેના માતા-પિતાનું મોત થયુ છે. મૃતકો મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશલગઢના વતની છે. તમામ લોકો મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સુરતના આ અકસ્માતને લઇને PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ કરી છે. મોદી સરકારે સુરતની આ ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટલા મૃતકોના પરિવારને રૂપિયા 2- 2 લાખની સહાયની જાહેરાત કરી છે.
Ex-gratia of Rs 2 lakhs each from PMNRF (Prime Minister's National Relief Fund) would be given to the next of kin of those who have lost their lives due to the accident in Surat. Rs 50,000 each would be given to those injured: Prime Minister's Office (PMO) https://t.co/Qp7V0lYKss
— ANI (@ANI) January 19, 2021
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12