Sat,17 October 2026,5:30 am
Print
header

અમદાવાદમાં રૂ. 9.25 કરોડના MD ડ્રગ્સ સાથે બેંગ્લોરનો સપ્લાયર ઝડપાયો

  • Published By Panna patel
  • 2026-09-19 10:53:24
  • /

અમદાવાદ: નરોડા પોલીસે બાતમીને આધારે નાના ચિલોડા પાસેથી અંદાજે રૂ. 9.25 કરોડની કિંમતના 1 કિલો 850 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક સપ્લાયરની ધરપકડ કરી છે. આ હાઇપ્રોફાઇલ કેસની પ્રાથમિક તપાસમાં આંતરરાષ્ટ્રીય નાઈજીરીયન ડ્રગ્સ સિન્ડિકેટની સંડોવણી સામે આવી છે.

આરોપીની ઓળખ બેંગ્લોરના રહેવાસી નિખિલેશ કિષ્નપ્પા તરીકે થઈ છે. નિખિલેશ ચંડીગઢથી અલગ- અલગ ટ્રાવેલ્સની બસો બદલીને બેંગ્લોર તરફ જઈ રહ્યો હતો. તે બેંગ્લોર માટેની બસ બદલવા માટે અમદાવાદના નાના ચિલોડા પાસે ઉતર્યો ત્યારે જ પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપીની તપાસ કરતા અલગ-અલગ બે પાર્સલમાંથી રૂ. 9.25 કરોડની કિંમતનો 1.850 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા સપ્લાયર નિખિલેશની પૂછપરછ કરતા ડ્રગ્સ નેટવર્ક પાછળ નાઈજીરીયન ડ્રગ્સ સિન્ડિકેટ કામ કરી રહી છે. ચંડીગઢથી આ ડ્રગ્સનો જથ્થો આપનાર બે નાઈજીરીયન નાગરિકો હતા, જ્યારે બેંગ્લોરમાં આ ડ્રગ્સનો જથ્થો રિસીવ કરનાર પણ ફ્રેન્ક નામનો નાઈજીરીયન જ હોવાનું સામે આવ્યું છે. તે મૂળ બેંગ્લોરમાં એક કોફી શોપમાં નોકરી કરતો હતો, જ્યાં તે ફ્રેન્ક નામના નાઈજીરીયનના સંપર્કમાં આવ્યો હતો. આરોપીને એક ટ્રીપમાં ડ્રગ્સ સપ્લાય કરવા બદલ રૂ. 1 લાખ રૂપિયા મળતા હતા. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch