Sat,20 April 2024,10:46 am
Print
header

બ્લેક શોર્ટ ડ્રેસ પહેરીને સની લિયોનીએ કર્યું પોતું, વીડીયો સોશિયલ મીડિયા પર વાયરલ

કોરોનાને કારણે સામાન્ય માણસની જેમ સેલેબ્સ પણ ઘરોમાં કેદ છે. હાલ તેમના ઘરમાં પણ કામ કરતા લોકો આવતા ન હોવાથી તેમણે પણ જાતે જ કામ કરવું પડે છે. જેથી તેઓ પોતાના ફેન્સ માટે કામ કરતા તેમના વીડિયો મુકીને લોકો સાથે ઇન્ટરેક્ટ કરતા હોય છે. સની લિયોની પણ હાલ પોતાના ઘરના કામ કરી રહી છે. તેણે પોતું કરતો વીડિયો સોશિયલ મીડિયામાં મુક્યો છે જે ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

સનિ લિયોનીએ શેર કરેલા વીડિયોમાં તે ઘણી જ સુંદર લાગી રહી છે. તેણે પોતુ કરતો વીડિયો શેર કરીને લખ્યું છે કે, Hmmmm....if I’m forced to mop, well then... #lockedupwithsunny

સની લિયોનીએ થોડાક દિવસ પહેલા તેની એક પેઇન્ટિંગની તસવીર ફેન્સ સાથે શેર કરી હતી. આ સાથે સની લિયોનીએ એક વીડિયો શેર કર્યો હતો. જેમા તેનુ આખું પરિવાર પેઇન્ટિંગ બનાવતું નજરે પડી રહ્યું છે. ત્યારે આ તસવીરો ઘણી જ વાયરલ થઇ હતી. જેમા સનીના ત્રણેય બાળકો પેઇન્ટિંગમાં રંગ ભરતા નજરે પડી રહ્યા છે. વીડિયો જોઇને સ્પષ્ટ માલૂમ પડે છે કે સનીના બાળકોને પેઇન્ટિંગ બનાવવામા મજા આવી રહી છે.

સનીએ થોડા દિવસ પહેલા પોતાના જૂના દિવસોને મિસ કરી રહી હતી. સની પોતાની જૂની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સતત શેર કરી રહી છે. હવે સનીએ લોકડાઉન વધ્યા બાદ પોતાની તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું, 4 મેનું સપનુ જોઇ રહી છું. સની લિયોની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર ફેન્સને સતત અપડેટ્સ આપતી રહી છે. તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા 33 મિલિયનથી પણ વધુ છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar