(Photo: Reuters)
કોલંબો: શ્રીલંકાના દક્ષિણ તટ નજીક સમુદ્રમાં બુધવારે એક અત્યંત ગંભીર કટોકટી સર્જાઈ છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, એક ઈરાની જહાજ પર સબમરીન હુમલો થતા 101 લોકો લાપતા થયા છે અને 78 લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે શ્રીલંકાની નૌકાદળ અને સંરક્ષણ મંત્રાલયના સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.
આ ઘટના બુધવારે શ્રીલંકાના દરિયાઈ વિસ્તારમાં બની હતી. જહાજ દ્વારા ઈમરજન્સી સંદેશ મોકલવામાં આવ્યા બાદ શ્રીલંકાની નૌકાદળ દ્વારા મોટા પાયે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. નૌકાદળે પુષ્ટિ કરી છે કે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે અને મોટી સંખ્યામાં લોકો હજુ પણ લાપતા છે.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઈરાની જહાજ તરફથી સિગ્નલ મળતાની સાથે જ શ્રીલંકન નૌકાદળે બચાવ કામગીરી માટે પોતાના જહાજો રવાના કર્યા હતા. પ્રવક્તાએ વધુમાં સ્પષ્ટતા કરી કે નૌકાદળે અત્યાર સુધીમાં 32 ઘાયલોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ જાહેર કરાયેલા ઈજાગ્રસ્તોના આંકડામાં હવે સુધારો કરવામાં આવ્યો છે.
A submarine attack on an Iranian ship off Sri Lanka's coast has left at least 101 people missing, one dead and 78 injured, sources in Sri Lanka's navy and defense ministry told Reuters. It was unclear who attacked the ship, which sources say has now sunk https://t.co/IRftQ6PDmG
— Reuters (@Reuters) March 4, 2026
વિદેશ મંત્રી વિજિતા હેરાથે સંસદ સભ્યોને જણાવ્યું કે ડૂબતા જહાજમાંથી કર્મચારીઓને સારવાર માટે કિનારે લાવવામાં આવ્યાં છે. જો કે, તેમણે આ ઓપરેશન અંગે વધુ વિગતો આપી ન હતી પરંતુ ખાતરી આપી હતી કે શ્રીલંકા આ ઘટના પર યોગ્ય પગલા લેશે.
હાલમાં શ્રીલંકન સંરક્ષણ સત્તાવાળાઓ અને ઈરાની અધિકારીઓ તરફથી વધુ સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. જો કે આ હુમલો અમેરિકી સમરીનનો હોવાનું સામે આવ્યું છે.
દેશમાં ગેસ અને ઇંધણની કોઈ અછત નથી: ગભરાઇને બુકિંગ ન કરવા મોદી સરકારની અપીલ | 2026-03-13 17:25:59
Video: આંજણા પટેલ યુવક સાથે લગ્ન બાદ સિંગર કિંજલ રબારીએ હર્ષ સંઘવીને શું કરી વિનંતી ? | 2026-03-13 17:10:01
Stock Market Crash: સતત વેચવાલીથી રોકાણકારો ચિંતિત, શેરબજારમાં 10 લાખ કરોડ ધોવાયા | 2026-03-13 16:58:09
ACB ટ્રેપમાં દૂધ મંડળીના ઓડિટર સહિત 2 લોકો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-13 15:22:51
LPG સંકટ પર હરદીપ સિંહ પુરીએ લોકસભામાં આપ્યો આ જવાબ: Video | 2026-03-12 16:59:16
ઓમાન બંદર પર ઈરાની ડ્રોન દ્વારા ઓઇલ ટાંકી પર હુમલો, આગ ભભૂકી ઉઠી | 2026-03-12 09:33:17
હોર્મુઝની ખાડીમાં થાઈ કાર્ગો શિપ પર હુમલો: ગુજરાત આવી રહેલા જહાજમાં લાગી આગ | 2026-03-11 19:55:34
ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ઈરાન પર નવા હુમલાને લઈને આપી મોટી ચેતવણી | 2026-03-10 18:32:53
આયાતુલ્લાહ અલી ખામેનેઇના મોત પછી પુત્ર મોજતબા ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યાં, ટ્રમ્પે કહ્યું હતું સ્વીકાર્ય નથી | 2026-03-09 08:08:07
ઈરાને ઈઝરાયેલ પર છોડી સોલિડ ફ્યુઅલ મિસાઈલ, જાણો શું છે તેની ખાસિયત | 2026-03-08 13:36:17
સુરતમાં કોથળામાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, સગા પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ જ કરી હતી હત્યા | 2026-03-12 16:48:11