Wed,16 July 2025,7:13 pm
Print
header

ભારત માટે ગર્વની ક્ષણ....શુભાંશુ શુક્લાને લઇને ગયેલું અવકાશયાન આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ઉતર્યું

  • Published By Mahesh patel
  • 2025-06-26 16:52:47
  • /

નવી દિલ્હીઃ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને લઇને ગયેલું અવકાશયાન આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર પહોંચ્યું છે. આ દેશ માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે. આખો દેશ આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, 41 વર્ષ પછી અવકાશમાં પહોંચનારા શુભાંશુ શુક્લા બીજા ભારતીય છે. તેમના પહેલા રાકેશ શર્મા અવકાશમાં ઉતરનાર પ્રથમ ભારતીય હતા. નાસાએ શુભાંશુ શુક્લાના અવકાશયાનના સમગ્ર ડોકીંગનું જીવંત પ્રસારણ કર્યું છે.

ડોકીંગ પહેલાં શુભાંશુના પિતાનું નિવેદન

ડોકીંગ પહેલાં શુભાંશુના પિતા શંભુ દયાળ શુક્લા પણ ખૂબ ખુશ દેખાઈ રહ્યાં હતા. તેમણે કહ્યું કે તેઓ ગ્રુપ કેપ્ટન અને તેમના પુત્ર શુભાંશુના અવકાશયાનનું લાઈવ ડોકીંગ જોવા માટે ઉત્સુક છે.

શુભાંશુ શુક્લાની માતા આશા શુક્લાની આશાઓ પણ ઊંચી છે

ડોકીંગ પહેલાં ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લાના માતા આશા શુક્લાની આશાઓ પણ ઊંચી છે. શુભાંશુ ભારત માટે અવકાશમાં એક નવો ઇતિહાસ લખવા જઈ રહ્યાં છે, શુભાંશુ શુક્લાના માતાએ કહ્યુ કે ખૂબ જ સારું લાગે છે..અમે ડોકીંગ કાર્યક્રમની રાહ જોઈ રહ્યાં છીએ... અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. અમે સાંજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મળીશું.

શુભાંશુની શાળાના ડોકીંગ દરમિયાનના લાઈવ દ્રશ્યો

લખનઉમાં શુભાંશુના અવકાશયાનના ISS ખાતે ડોકીંગ સમયે તેની શાળાના લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યાં છે, જ્યાં શાળાના વિદ્યાર્થીઓ, તેમના માતા પિતા અને શિક્ષકો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યાં છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch