ધર્મશાળાઃ ઓપરેશન સિંદૂર પછી સરહદી વિસ્તારોમાં પાકિસ્તાની ગોળીબારમાં શાહપુર વિધાનસભા મતવિસ્તારના સિહોલપુરી તિયાલાના રહેવાસી સુબેદાર મેજર પવન કુમાર શહીદ થયા છે. પવન કુમાર જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં પોસ્ટેડ હતા.
શનિવારે સવારે લગભગ 5 વાગ્યે પૂંછ સરહદી વિસ્તારના કૃષ્ણા ઘાટીમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ભારે ગોળીબારમાં સુબેદાર મેજર પવન કુમારને ગોળી વાગી હતી. ગોળી વાગવાથી તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા, પરંતુ સારવાર દરમિયાન તેમને પોતાનો જીવ ગુમાવ્યો હતો.
49 વર્ષીય પવન કુમાર તેમના માતા-પિતા, પત્ની, પુત્ર અને પુત્રીને છોડી ગયા છે. પવન કુમારની માતા કિશો દેવી અને પિતા ગર્જ સિંહ છે. તેમના પિતા ગર્જ સિંહ પણ પંજાબ રેજિમેન્ટમાંથી નિવૃત્ત થયા હતા. પવન કુમાર શાહપુરના સિહોલપુરી તિયાલીના રહેવાસી હતા.
હિમાચલ પ્રદેશના ઘણા બહાદુર સૈનિકોએ માતૃભૂમિની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. પવન કુમારે માતૃભૂમિની રક્ષા કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપીને કાંગરા અને હિમાચલ પ્રદેશનું ગૌરવ વધાર્યું છે. ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહી વચ્ચે તે કાંગડા જિલ્લાના પ્રથમ શહીદ છે.
પવન કુમાર એક મહિના પહેલા જ રજા પરથી ફરજ પર પાછા ફર્યા હતા. તેઓ 31 ઓગસ્ટના રોજ નિવૃત્ત થવાના હતા, તેમના સંબંધીઓને તેમના પુત્રના બલિદાન પર ગર્વ છે અને કહ્યું કે પુત્રએ દેશની રક્ષા માટે પોતાનો જીવ બલિદાન આપ્યો છે. શહીદ પવન કુમારનો પાર્થિવ દેહ શનિવારે રાત્રે ઘરે પહોંચશે અને રવિવારે સંપૂર્ણ લશ્કરી અને રાજ્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ટ્રેડિંગના નામે રૂ. 1.84 કરોડની સાયબર છેતરપિંડી કરનાર વધુ એક આરોપીની ધરપકડ | 2025-11-17 21:47:34
તમે સાવધાન રહેજો....અમદાવાદમાં વૃદ્ધને ડિઝિટલ એરેસ્ટ કરીને રૂપિયા 17 લાખ પડાવી લેવાયા | 2025-11-17 21:27:05
સાઉદીમાં હૈદરાબાદનો આખો પરિવાર ખતમ થઇ ગયો, બસમાં આગ લાગતા 18 લોકોનાં મોત | 2025-11-17 21:03:25
મુન્દ્રા બંદર પર DRI ની મોટી કાર્યવાહી, 5 કરોડ રૂપિયાના ચાઇનીઝ ફટાકડા જપ્ત | 2025-11-17 20:45:54
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા, ICTએ સંભળાવ્યો ચૂકાદો | 2025-11-17 15:47:35
6 લોકોનાં મોત, જોધપુર-બાલેસર નેશનલ હાઇવે પર ગુજરાતનાં શ્રદ્ધાળુઓનો ટેમ્પો ટ્રક સાથે અથડાયો | 2025-11-16 11:49:11
રૂ. 40 કરોડનું 100 કિલો મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણી નોટ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ લગાવ્યં, રૂ. 2 લાખની નોટ જપ્ત | 2025-11-15 19:11:51
અમિત શાહ દ્વારા કો-ઓપ કુંભ 2025નું ઉદ્ઘઘાટન, અનેક હસ્તીઓ રહી ઉપસ્થિત | 2025-11-15 18:46:33
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ, 9 લોકોનાં મોત, 27 લોકો ઘાયલ | 2025-11-15 07:59:45
સાઉદી અરબમાં ઉમરાહ માટે જતી બસનો અકસ્માત, બાળકો સહિત 45 ભારતીયોનાં મોત | 2025-11-17 11:47:24