Thu,25 April 2024,11:45 am
Print
header

ચૈત્રી નવરાત્રિમાં અમેરિકાની હિન્દુઓને ભેટ, ન્યૂયોર્કમાં ગલીનું નામ ગણેશ ટેમ્પલ સ્ટ્રીટ રાખવામાં આવ્યું- Gujarat Post

(ન્યૂયોર્કમાં ગણેશ ટેમ્પલ સ્ટ્રીટની સત્તાવાર જાહેરાત કર્યાં બાદ અધિકારીઓની ગ્રુપ તસવીર)

ન્યૂયોર્કની બોને સ્ટ્રીટમાં વર્ષો પહેલા ગણપતિ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી

ઉત્તર અમેરિકાનું પ્રથમ અને સૌથી જૂનું મંદિર માનવામાં આવે છે

શ્રી મહાવલ્લભ ગણપતિ દેવસ્થાનમ તરીકે ઓળખાય છે મંદિર

ન્યૂયોર્કઃ હાલ ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે. બાઇડેન સરકારે અમેરિકામાં રહેતા હિન્દુ ધર્મના લોકોને નવરાત્રિ પર મોટી ભેટ આપી છે. ન્યૂયોર્કની જાણીતી સ્ટ્રીટને હવે સત્તાવાર રીતે ગણેશ ટેમ્પલ સ્ટ્રીટ નામ આપવામાં આવ્યું છે. આ રોડ પર ગણપતિનું જાણીતું મંદિર છે.જેની સ્થાપના વર્ષો પહેલા કરવામાં આવી હતી.સ્થાનિક લોકો પહેલાથી જ આ રોડને ગણેશ સ્ટ્રીટ તરીકે ઓળખતા હતા પરંતુ હવે તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે ક્વીન્સબરોના પ્રમુખ ડોનોવન રિચર્ડ્સે વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. જેમાં યુએસ અધિકારીઓ એક નવા બોર્ડનું અનાવરણ કરતાં જોઈ શકો છો, જેના પર ગણેશ સ્ટ્રીટ લખેલું છે.રિચર્ડ્સે લખ્યું કે, હવેથી બોને સ્ટ્રીટ ગણેશ ટેમ્પલ સ્ટ્રીટ તરીકે ઓળખાશે.આ ઉજવણી કરવાનો દિવસ છે. તેમણે ડો.ઉમા મૈસોરકર અને હિંદુ ટેમ્પલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના સભ્યોને અભિનંદન પાઠવ્યાં છે.

હિન્દુ ટેમ્પલ સોસાયટીએ જણાવ્યું છે કે આ મંદિર ક્વીન્સ કાઉન્ટીમાં આવેલું છે.તેની સ્થાપના 1977માં થઈ હતી.ત્યારથી તે શ્રી મહા વલ્લભ ગણપતિ દેવસ્થાનમ તરીકે ઓળખાય છે.તેને ઉત્તર અમેરિકાનું પ્રથમ અને સૌથી જૂનું મંદિર માનવામાં આવે છે. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલ જનરલ રણવીર જયસ્વાલ,ક્વીન્સબોરના પ્રેસિડેન્ટ ડોનોવન રિચર્ડ્સ, ન્યૂયોર્કના મેયર ઓફિસના ડેપ્યુટી કમિશનર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch