- મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું અને હોઠ વાદળી પડી ગયા
- હોસ્પિટલ લઈ જવાને બદલે સ્કૂલ વાલીની રાહ જોતી રહી
- પરિવારજનોનો સ્કૂલ બહાર ભારે હોબાળો કર્યો
જયપુર: ઝોટવાડા વિસ્તારમાં આવેલી એક સ્કૂલની બેદરકારીને કારણે ધોરણ 12ના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હોવાના આરોપ છે. પરિવારજનોના આક્ષેપ મુજબ, લંચ બ્રેક દરમિયાન વિદ્યાર્થીના ગળામાં પફ ફસાઈ જતાં વિદ્યાર્થી પ્રિન્સ બેભાન થઈને ઢળી પડ્યો હતો. પરંતુ સ્કૂલ પ્રશાસન તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાને બદલે અડધો કલાક સુધી વાલીઓના આવવાની રાહ જોઇ હતી.
આ સમય દરમિયાન વિદ્યાર્થીના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતુ અને તેના હોઠ વાદળી પડી ગયા હતા, તેમ છતાં તેને સમયસર પ્રાથમિક સારવાર પણ ન મળી અને આખરે વિદ્યાર્થીએ દમ તોડી દીધો હતો. મૃતકના પરિવારજનોની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થીના મોતના પગલે રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ કાંટા ચૌરાહા નજીક આવેલી સ્કૂલ પરિષરમાં સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, મૃતક 17 વર્ષીય વિદ્યાર્થી પ્રિન્સ બ્રિજમંડળ કોલોનીનો રહેવાસી હતો. તે માતા-પિતા અને મોટી બહેન સાથે રહેતો હતો. પરિવારજનોનો આરોપ છે કે સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારીના લીધે જ બાળકે જીવ ગુમાવ્યો છે.
મૃતક પ્રિન્સના કાકા અનુરાગ સોનીના જણાવ્યાં અનુસાર, બુધવારે સવારે 11 વાગ્યે લંચ ટાઈમમાં પ્રિન્સે સ્કૂલ કેન્ટીનમાંથી પફ ખરીદીને ખાધો હતો. તે ખરાબ અને અત્યંત ઓઈલી હોવાથી તેના ગળામાં ફસાઈ ગયો હતો. ત્યાં હાજર શિક્ષકો તેને હોસ્પિટલ લઈ જવાને બદલે તેની પીઠ થાબડીને બેન્ચ પર સુવડાવી રાખ્યો હતો. સ્કૂલથી માત્ર 100 મીટરના અંતરે જ હોસ્પિટલ આવેલી છે, છતાં પણ તેને ત્યાં સારવાર માટે લઈ જવાને બદલે સ્કૂલ સ્ટાફ સતત પરિવારને ફોન કરીને પ્રિન્સની તબિયત ખરાબ હોવાનું જણાવતો રહ્યો હતો.
માહિતી મળતાં જ ઘટના સ્થળે પહોંચેલા પરિવારજનો પ્રિન્સને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેની ગંભીર હાલત જોઈને ડોક્ટરે તેને મણિપાલ હોસ્પિટલ રેફર કર્યો હતો. જો કે, મણિપાલ હોસ્પિટલના ડોક્ટરોએ પ્રિન્સને મૃત જાહેર કર્યો હતો.
પ્રિન્સના કાકાએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે, સ્કૂલ સ્ટાફ વારંવાર ફોન કરીને 'ફોર વ્હીલર લઈને આવો, ઝડપથી પહોંચો' તેવું જ કહ્યાં કરતો હતો. સ્કૂલ પ્રશાસન તરફથી તેને કોઈ પણ પ્રકારની પ્રાથમિક સારવાર આપવામાં આવી ન હતી. જો સ્કૂલ તંત્રએ સમયસર હોસ્પિટલ પહોંચાડીને સારવાર અપાવી હોત તો આજે પ્રિન્સનો જીવ કદાચ બચી ગયો હોત.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
BRICS 2026: પીએમ મોદીએ મૂક્યો સ્ટાર્ટઅપ ઇનોવેશન ફંડનો પ્રસ્તાવ, કહ્યું આપણે સાથે ચાલવું જોઇએ | 2026-09-13 12:32:43
BRICS સમિટનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર: એક તરફી ટેરિફ અને વેપાર પ્રતિબંધોની આકરી ટીકા કરાઇ | 2026-09-12 18:00:11
BRICS ની શક્તિશાળી તસવીર: PM મોદી, પુતિન અને જિનપિંગ એક સાથે જોવા મળ્યાં | 2026-09-12 17:33:26
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17