Thu,18 April 2024,6:25 pm
Print
header

Big News- રાજ્યમાં ધોરણ 1 થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવાને લઇને સૌથી મોટા સમાચાર

ફાઇલ ફોટો 

ગાંધીનગર: કોરોના મહામારીને કારણે રાજ્યની સ્કૂલોમાં કેટલાક વર્ગોના શિક્ષણ કાર્ય બંધ છે. રાજ્ય સરકારે 6થી ઉપરના તમામ ધોરણોનો ઓફલાઇન વર્ગ શરુ કરી દીધા છે. ત્યારે ઘણા સમયથી ધોરણ 1 થી 5 શાળા શરૂ કરવા સરકાર કવાયત કરતી હોય તેવી ચર્ચા ચાલી રહી હતી.પંરતુ શાળાઓ શરૂ થવા મામલે સૂત્રો પાસે માહિતી છે. સૂત્રોના હવાલેથી મળતી ખબર મુજબ ડિસેમ્બર માસ સુધી ધોરણ 1 થી 5 શાળા ઓફલાઇન શરૂ નહીં થાય, કોરોના ની સંભવિત ત્રીજી લહેરને જોતાં સરકાર દ્વારા આગામી સમયમાં આ નિર્ણય કરવામાં આવી શકે છે.

માહિતી મળી છે કે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ધોરણ 1 થી 5ની શાળા હજુ પણ ડિસેમ્બર માસ સુધી બંધ રહે તેવી  શક્યતાઓ છે. ડિસેમ્બર બાદ પરિસ્થિતિ આધીન આગળનો નિર્ણય સરકાર દ્વારા લેવાઈ શકે છે. કોરોના કાળમાં બાળકો છેલ્લા 2 વર્ષથી ઓફલાઇન અભ્યાસથી વંચિત રહ્યાં છે અને ઘરે બેઠા ઓનલાઈન અભ્યાસ કરી રહ્યાં છે. ત્યારે ધોરણ 1 થી 5માં ઓનલાઇન શિક્ષણ ડિસેમ્બર સુધી યથાવત રહેશે, કારણ કે સરકાર પણ નથી ઈચ્છતી કે બાળકોના જીવ સાથે રમત થાય અને માસૂમ બાળકો કોરોનાથી સંક્રમિત થાય.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch