Tue,23 April 2024,2:49 pm
Print
header

જો તમે ફરવા જવાનું વિચારો છો તો આ તારીખથી ખુલી રહ્યું છે સ્ટેચ્યૂ ઓફ યુનિટી

કેવડિયાઃ કોરોનાની મહામારીને કારણે રાજ્યના પ્રવાસન ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો છે પ્રવાસન સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યાં હતા જેમાં દુનિયાભરમાં પ્રસિદ્ધ બનેલા સરદાર પટેલના સ્ટેચ્યૂ ઓફ યુનિટીને હવે પ્રવાસન માટે ફરી ખુલ્લુ મુકવામાં આવશે. આગામી 8 જૂનથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ખુલ્લુ મુકવામાં આવશે. જેમાં ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે પ્રવાસીઓ ટિકિટ મેળવી શકશે.

કેવડિયામાં જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક સહિતની જગ્યાઓ પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવશે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં અનેક પ્રોજેક્ટ ખુલ્લા મુકયા હતા. જો કે કોરોનાની સ્થિતી ભયાનક થતા આ બધુ છેલ્લા 1 મહિના કરતા વધુ સમયથી બંધ છે. ત્યારે હવે 8 જૂનથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી કોરોનાની ગાઇડ લાઇન મુજબ શરૂ કરાશે, લોકોએ પણ કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch