Gandhinagar News: રાજ્યના કર્મચારી મહામંડળ જૂની પેન્શન યોજના મુદ્દે 17 સપ્ટેમ્બર એટલે કે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે એક દિવસ કામકાજથી અળગા રહેશે. મહામંડળે તમામ કર્મચારીઓની વિવિધ માંગણી મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ તેમના પ્રશ્નોનો ઉકેલ ન આવતાં સરકાર વિરુદ્ધ બાંયો ચઢાવવા તૈયાર છે. OPS મુદ્દે 4.50 લાખ કર્મચારીઓ કામકાજથી દૂર રહેશે.
કર્મચારીઓની માંગણીઓમાં જૂની પેન્શન યોજનાનો અમલ કરવો, ફિક્સ પગાર પ્રથા મૂળ અસરથી દૂર કરવી, મુસાફરી દૈનિક ભથ્થું, ચાઇલ્ડ એજ્યુકેશન એલાઉન્સ, ચાર્જ એલાઉન્સ, વતન પ્રવાસ ભથ્થું, બદલી વળતર ભથ્થું સહિતના સાતમા પગાર પંચના સંપૂર્ણ અમલીકરણ સહિતના વિવિધ મુદ્દા સામેલ છે. ઉપરાંત વિવિધ ખાતાઓમાં ગ્રેડ પે, ઉચ્ચતર પગારના ધોરણના લાભમાં રહેલી વિસંગતતા દૂર કરવી, કેશલેશ મેડિક્લેમની મર્યાદા આપવી, ચાલુ ફરજ દરમિયાન મૃત્યુંના કિસ્સામાં વારસદારને રહેમરાહે નોકરી, 50 વર્ષના કર્મચારીને ખાતાકીય પરીક્ષામાથી મુક્તિ આપવા સહિતની માંગ કરી છે.
ત્યારે પીએમ મોદીના જન્મદિવસે વિરોધ દર્શાવીને કર્મચારીઓ પોતાની માંગો ફરીથી રાજ્યની ભાજપ સરકાર સમક્ષ મુકશે. નોંધનિય છે કે આ કર્મચારીઓની માંગો જૂની છે અને અત્યાર સુધી તેનું કોઇ નિરાકરણ આવતું નથી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પ્લેન ક્રેશ ઈમરજન્સી સમયે પાયલોટે આપ્યો હતો Mayday કોલ.... જાણો આ શબ્દનો અર્થ | 2025-06-12 17:45:54
Breaking news: પ્લેન ક્રેશમાં મુસાફરો બળીને ખાખ થઇ ગયા, પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન | 2025-06-12 16:47:12
અમદાવાદમાં પ્લેન ક્રેશની આ રહી ભયાનક તસ્વીરો, ગુજરાત સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર | 2025-06-12 16:10:55
પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ ક્રેશ થયેલા પ્લેનમાં હતા, જે બિલ્ડીંગમાં પ્લેન પડ્યું હતુ તે બિલ્ડીંગમાં ઇન્ટર્ન ડોક્ટર્સ હતા | 2025-06-12 15:43:14
Breaking News: પ્લેન ક્રેશની આ રહી પ્રથમ તસવીર, મૃતદેહો સિવિલ હોસ્પિટલ લઇ જવાયા | 2025-06-12 14:43:12
Acb એ ચિલોડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને રૂપિયા 1.10 લાખની લાંચ લેતા ઝડપી લીધા | 2025-06-10 14:38:29
ગુજરાતની 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ જાહેર, 22 જૂને મતદાન 25 જૂને મતગણતરી | 2025-05-28 15:32:36
વડોદરા, ભૂજ અને અમદાવાદ બાદ ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીનો રોડ શો - Gujarat Post | 2025-05-27 10:45:13
ગુજરાત બોર્ડની ધોરણ-10 અને 12 ની પૂરક પરીક્ષાનું સમયપત્રક જાહેર | 2025-05-24 13:43:42
ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ભારત પાકિસ્તાનની પરમાણુ બોમ્બની ધમકીઓથી ડરવાનું નથી, અમે ઘરમાં ઘૂસીને આતંકીઓને માર્યાં | 2025-05-17 22:51:20