Tue,29 April 2025,12:29 am
Print
header

પીએમ મોદીને મળ્યો 22મો વિદેશી પુરસ્કાર, શ્રીલંકાએ મિત્ર વિભૂષણ સન્માનથી નવાજ્યા - Gujarat Post

કોલંબોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રીલંકા સરકારે શ્રીલંકા મિત્ર વિભૂષણ સન્માનથી નવાજ્યાં છે. શ્રીલંકાના જે દેશો સાથે સંબંધ સારા હોય તે દેશના વડાને આ સન્માન આપવામાં આવે છે. ભારતના શ્રીલંકા સાથે સારા સંબંધો છે. પીએમ મોદીને વિદેશ દ્વારા એનાયત થયેલો આ 22મો પુરસ્કાર છે.

જે બાદ પીએમ મોદી અને શ્રીલંકાના રાષ્ટ્ર પ્રમુખ અનુરા દિસાનાયકે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું. તેમણે કહ્યું, આજે રાષ્ટ્રપતિ દિસાનાયકે દ્વારા શ્રીલંકા મિત્ર વિભૂષણથી સન્માનિત કર્યા તે ગૌરવની વાત છે. આ માત્ર ભારતનું જ નહીં પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ઐતિહાસિક સંબંધો અને ગાઢ મિત્રતાનું સન્માન છે. ભારતે શ્રીલંકા સાથે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ઉભું છે.

શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમાર દિસાનાયકે કહ્યું, ભારત અને શ્રીલંકા વચ્ચે ખૂબ જૂનો સંબંધ છે. બંને દેશો વચ્ચે ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધો છે અને લાંબા સમયથી આ સંબંધ ચાલ્યો આવે છે. અમારા સંબંધો પરસ્પર સન્માન મૂલ્યો અને સમાન હિતો પર આધારિત છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારત અને શ્રીલંકા વચ્ચે સદીઓ જૂના આધ્યાત્મિક અને સ્નેહપૂર્ણ સંબંધો છે. મને તમને જણાવતા આનંદ થાય છે કે 1960માં ગુજરાતના અરવલ્લીમાં મળેલા ભગવાન બુદ્ધના અવશેષોને જાહેર દર્શન માટે શ્રીલંકા મોકલવામાં આવી રહ્યા છે. ભારત ત્રિંકોમાલીમાં તિરુકોણેશ્વરમ મંદિરના જીર્ણોદ્ધારમાં મદદ કરશે. ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો પરસ્પર વિશ્વાસ અને સદ્રભાવના પર આધારિત છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch