Wed,16 September 2026,3:18 pm
Print
header

ગુજરાતના BLO અને સુપરવાઇઝર માટે વિશેષ ભથ્થાની મોટી જાહેરાત

  • Published By
  • 2026-08-17 17:10:54
  • /

(file photo)

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ અને મહેસૂલ-ચૂંટણી વિભાગ દ્વારા રાજ્યભરના બૂથ લેવલ ઓફિસર્સ તેમજ  સુપરવાઇઝરોની કામગીરીને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર BLO અને સુપરવાઇઝરોને વન-ટાઇમ વિશેષ પ્રોત્સાહક ભથ્થું ચૂકવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

  • BLO: મતદાર યાદી સુધારણા, ઘરે-ઘરે જઈને વેરિફિકેશન અને નવી નોંધણી સહિતની સઘન કામગીરી માટે મહત્તમ ₹4,000 સુધીનું વન-ટાઇમ વિશેષ ભથ્થું.
  • BLO સુપરવાઇઝર: પોતાના ક્ષેત્ર હેઠળ આવતા તમામ બૂથની કામગીરીનું સતત મોનિટરિંગ અને ડેટા ચકાસણી માટે મહત્તમ ₹6,000 સુધીનું વન-ટાઇમ વિશેષ ભથ્થું.

સચોટ મતદારયાદીનું નિર્માણ કરવામાં, મતદાર યાદીમાં ડુપ્લિકેટ નામો દૂર કરવા, નવા મતદારો ઉમેરવા અને સ્થળાંતરિત મતદારોની ચોકસાઈપૂર્વક ચકાસણી સુનિશ્ચિત કરવામાં આ લોકો મોટો ભાગ ભજવ્યો હતો.  BLO તરીકે મોટેભાગે પ્રાથમિક શિક્ષકો, તલાટીઓ અથવા સરકારી કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે. આ વધારાના વર્કલોડ સામે યોગ્ય આર્થિક પ્રોત્સાહન મળવાથી કામગીરીમાં ઝડપ અને પારદર્શિતા વધશે. તેમજ BLO એપ દ્વારા સમયસર ડેટા અપલોડિંગ અને 100% વેરિફિકેશન પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

આ જાહેરાતથી રાજ્યભરના હજારો કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત માપદંડો અને લક્ષ્યાંકો પૂર્ણ કર્યા બાદ નિયત પ્રક્રિયા મુજબ આ રકમ સીધી સંબંધિત કર્મચારીઓના ખાતામાં જમા કરવામાં આવશે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch