Thu,25 April 2024,9:03 am
Print
header

ચિંતા વધશે, કોરોના વાયરસના સાઉથ આફ્રિકા અને બ્રાઝીલના સ્ટ્રેનની ભારતમાં થઈ એન્ટ્રી

નવી દિલ્હીઃ કોરોના વાયરસમાં યુકે સ્ટ્રેન અને દક્ષિણ આફ્રિકી સ્ટ્રેન બાદ હવે બ્રાઝિલનો ડર સામે આવ્યો છે. IMCRના ડાયરેક્ટર બલરામ ભાર્ગવે કહ્યું કે, ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં SAS-Cov-2 ના બ્રાઝિલ સ્ટ્રેનની જાણકારી મળી છે. વેક્સિનની અસરકારકતાની જાણકારી માટે પ્રયોગ ચાલી રહ્યાં છે. આફ્રિકી અને બ્રાઝિલ સ્ટ્રેન યુકે સ્ટ્રેન કરતા અલગ છે. આઈસીએમઆરના ડીજી બલરામ ભાર્ગવે કહ્યું કે સાઉથ આફ્રીકાથી આવનારા ચાર લોકોમાં સાઉથ આફ્રીકન સ્ટ્રેન મળી આવ્યો છે. તમામ મુસાફરો અને તેમના સંપર્ક રહેલા લોકોને ક્વોરન્ટાઇન કરી તેમના ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

જ્યારે બ્રાઝીલ સ્ટ્રેન SAS-CoV-2નો એક કેસ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં સામે આવ્યો હતો. આ વાયરસ સ્ટ્રેનનો આઈનસીએમઆર પુણેમાં સફળતાપૂર્વક આઈસોલેટન કરવામાં આવ્યા. બ્રાઝીલ અને સાઉથ આફ્રીકાના સ્ટ્રેન યુકેના સ્ટ્રેનથી અલગ છે.

આ સાથે જ બલરામ ભાર્ગવે જાણકારી આપી કે આજે ભારતમાં યુકે સ્ટ્રેનના 187 દર્દી છે. તમામ કન્ફર્મ કેસને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે અને સારવાર ચાલી રહી છે. તેમના સંપર્કમાં આવેલા લોકોના પણ ટેસ્ટ કરવામાં આવ્યાં, તેમને આઈસોલેટ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું આપણી પાસે જે વેક્સિન છે તેમાં આ યુકે સ્ટ્રેનને ન્યૂટ્રલાઈઝ કરવાની ક્ષમતા છે. જો કે આરોગ્ય તંત્ર નવા સ્ટ્રેનને લઇને એલર્ટ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch