New Bowling Coach of Team India: દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટબોલર મોર્ને મોર્કેલને ભારતીય ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. મોર્કેલનો કોન્ટ્રાક્ટ 1 સપ્ટેમ્બરથી શરૂ થશે. બોર્ડે ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યાં હતા, પરંતુ સપોર્ટ સ્ટાફની જાહેરાત કરી ન હતી. રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન પારસ મ્હામ્બરે ટીમના બોલિંગ કોચ હતા. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને ટાંકીને કહ્યું કે મોર્કેલને નવો બોલિંગ કોચ બનાવવામાં આવ્યો છે.
જય શાહે ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું,'હા, મોર્ને મોર્કેલને સીનિયર ભારતીય પુરૂષ ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. દક્ષિણ આફ્રિકાના 39 વર્ષીય મોર્કેલ નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરની પ્રથમ પસંદગી હતા. બંનેએ આઈપીએલની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સમાં સાથે કામ કર્યું છે. અગાઉ, ગંભીર અને મોર્કેલે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમમાં ત્રણ સીઝન માટે એકબીજા સાથે કામ કર્યું હતું. મોર્કેલ દક્ષિણ આફ્રિકા માટે 86 ટેસ્ટ, 117 ODI અને 44 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે જેમાં તેણે કુલ 544 આંતરરાષ્ટ્રીય વિકેટો લીધી છે.
ભારતીય ટીમ સાથે બોલિંગ કોચ તરીકે મોર્કેલનું પ્રથમ કાર્ય બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી હશે. બંને ટીમો વચ્ચેની આ શ્રેણી 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. એક મહિનાથી મોર્કેલના નામની ચર્ચા થઈ રહી હતી, પરંતુ હવે તેણે સત્તાવાર રીતે મ્હામ્બ્રેનું સ્થાન લીધું છે. આ સાથે બીસીસીઆઈએ લગભગ એક દાયકા પછી વિદેશી કોચની નિમણૂંક ન કરવાની તેની પ્રથા બદલી છે. ભૂતપૂર્વ મુખ્ય કોચ ડંકન ફ્લેચર પછી પ્રથમ વખત કોઈ વિદેશી ભારતીય કોચિંગ ટીમનો ભાગ બનશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
South African pacer Morne Morkel appointed as new bowling coach of team India: BCCI Secretary Jay Shah to ANI
— ANI (@ANI) August 14, 2024
(File pic) pic.twitter.com/ucVvAxRjlE
Starliner Landed: સુનીતા વિલિયમ્સને લીધા વગર જ ધરતી પર આવ્યું સ્ટારલાઇનર- Gujarat Post | 2024-09-07 14:22:08
Rajkot News: રાજકોટમાં રજૂઆત કરવા આવેલા ભાજપના જ નેતાને પાટીલથી રખાયા દૂર, બહારથી જ રવાના કરી દેવામાં આવ્યાં- Gujarat Post | 2024-09-07 14:04:47
Crime News: બર્થ ડે પાર્ટીમાં યુવતીને પીવડાવ્યું નશીલું લીંબુ પાણી અને પછી...Gujarat Post | 2024-09-07 14:00:41
રાજકોટમાં Acb એ રૂ.10 લાખની લાંચનો કર્યો પર્દાફાશ, મહારાષ્ટ્રના એક પીઆઇ વતી લાંચ લેનારો ઝડપાયો | 2024-09-06 21:46:39
200 કિલો નશાનો સામાન જપ્ત, અમદાવાદમાં વટવા જીઆઇડીસીમાંથી ગાંજા સાથે 7 લોકો ઝડપાયા | 2024-09-06 16:51:19
રક્ષામંત્રી રાજનાથસિંહનું મોટું નિવેદન, ભારતીય સેનાએ યુદ્ધ માટે તૈયાર રહેવું જોઇએ | 2024-09-06 13:23:53
દેશમાં આ રાજ્યમાં સરકારે ડેન્ગ્યુને મહામારી કરી જાહેર, મચ્છરનો ઉપદ્રવ જોવા મળશે તો થશે આટલો દંડ- Gujarat Post | 2024-09-04 08:30:44
બહરાઇચમાં વધુ બે બાળકો વરૂનો શિકાર બનતાં બચ્યાં, 35 ગામોમાં ફફડાટ- Gujarat Post | 2024-09-03 10:42:14
માનવભક્ષી વરૂનો આતંક....બહરાઇચમાં 2 વર્ષની બાળકીને ફાડી ખાધી, મહિલાને ઘાયલ કરી- Gujarat Post | 2024-09-02 09:58:45
યુક્રેન સાથે શાંતિ વાટાઘાટોને લઈને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન, ભારતનું નામ લઈને કહી આ વાત | 2024-09-05 15:36:32
અમેરિકાના ટેક્સાસમાં માર્ગ અકસ્માતમાં 4 ભારતીયોનાં મોત, 5 ગાડી એકબીજા સાથે અથડાઇ હતી | 2024-09-04 16:04:19