Sat,13 June 2026,2:27 pm
Print
header

Sorry મમ્મી-પપ્પા, મારામાં ફરીથી NEET આપવાની હિંમત નથી, પેપર લીક થવાના કારણે વિધાર્થીનીએ કરી આત્મહત્યા

  • Published By Panna Patel
  • 2026-06-04 08:55:43
  • /

મધ્યપ્રદેશઃ મૌગંજ જિલ્લાના મગનિયા ગામની વિદ્યાર્થીની આકાંક્ષા ચતુર્વેદીએ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી છે. તેના પરિવારનો આરોપ છે કે તે NEET ની તૈયારી કરી રહી હતી. તેને તાજેતરની પરીક્ષામાં 650 ગુણ મેળવવાની આશા હતી, પરંતુ પેપર લીક અને પરીક્ષા રદ થયા પછી, તે હતાશ થઈ ગઈ અને તેણે આ પગલું ભર્યું હતું, જેનાથી આખા પરિવારને આઘાત લાગ્યો છે.

આકાંક્ષાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં, તેણે તેના કિસાન ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 3 લાખની લોન લીધી હતી. તેનો પરિવાર નાગપુરની એક ખાનગી કોચિંગ સંસ્થામાં તેને તૈયારી કરવામાં મદદ કરી રહ્યો હતો.

પિતા કૃષ્ણ કુમાર ચતુર્વેદી ખેડૂત છે, પરંતુ તેમની પુત્રીને ભણાવવા માટે માટે નાગપુરમાં રસોઈયા તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને ત્યાં તેને ભણાવી રહ્યાં હતા. જ્યારે NEET પરીક્ષા યોજાઈ ત્યારે આખા પરિવારને વિશ્વાસ હતો કે આ વખતે તેની પસંદગી થશે અને તેમની પુત્રી ડૉક્ટર બનશે, પરંતુ પેપર લીક થયા પછી, તે ડિપ્રેશનમાં ગઈ અને આખા પરિવારે બધી ખુશી ગુમાવી દીધી.

Sorry, મમ્મી અને પપ્પા... મારામાં હવે હિંમત નથી

ઘટના સ્થળેથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી, જેમાં તેણે લખ્યું હતું, Sorry, મમ્મી- પપ્પા, તમને વિશ્વાસ હતો કે મારી દીકરી ભણીને ડૉક્ટર બનશે, પણ મારામાં ફરીથી NEET પરીક્ષા આપવાની હિંમત નથી. મેં તમને બંનેને બરબાદ કરી દીધા છે. કોઈ ગેરંટી નથી કે હું ફરીથી સારું કરીશ.

NEET પેપર લીક કેસ

NEET UG 2026 પરીક્ષા રદ થવાથી દેશભરના લાખો ઉમેદવારોને મોટો ફટકો પડ્યો છે. 3 મેના રોજ પરીક્ષા યોજાયા બાદ પેપર લીક થવાની શંકા સામે આવી હતી. NTA અનુસાર, 7 મેના રોજ સાંજે પરીક્ષામાં ગેરરીતિઓ નોંધાઈ હતી, ત્યાર બાદ તપાસ કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવી હતી. 12 મેના રોજ પરીક્ષા રદ કરવામાં આવી હતી અને ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ, 15 મેના રોજ, શિક્ષણ મંત્રાલય અને NTA એ જાહેરાત કરી હતી કે ફરીથી પરીક્ષા 21 જૂનના રોજ લેવામાં આવશે. CBI સમગ્ર મામલાની તપાસ કરી રહી છે, અને અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch