Tue,23 April 2024,4:26 pm
Print
header

દારૂ ખરીદવા માતાએ રૂપિયા ન આપતાં પુત્રએ કર્યું એવું કે જાણીને ફિટકાર વરસાવશો

પ્રતિકાત્મક ફોટો

નવી દિલ્હીઃ સમાજમાં બનતી ઘણી ઘટનાઓ કલંકિત અને સમાજ માટે ખતરારૂપ હોય છે. આવી જ એક ઘટના દિલ્હીમાં બની છે.જેમાં દારૂના રવાડે ચડી ગયેલા 22 વર્ષના યુવાને ખુદ સગી જનેતાની જ હત્યા કરી નાખી છે. ન્યૂઝ એજન્સી ANIના ટ્વિટ પ્રમાણે, દિલ્હીના ખજૂરી ખાસ વિસ્તારમાં 22 વર્ષના દિકરાએ દારૂ ખરીદવા માટે માતા પાસે પૈસા માંગ્યા હતા. પરંતુ માતાએ રૂપિયાની ના પાડી હતી. જેને કારણે તેણે સ્ટેબિંગ કરીને માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.આ સંદર્ભે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.માતાને મોતને ઘાટ ઉતારનાર દિકરા સામે સમાજમાંથી લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે. દિલ્હીમાં ઓછી ઉંમરે દારૂના રવાડે ચડેલા યુવાનો હવે ક્રાઇમ કરતા પણ ખચકાતા નથી.

હાલમાં દિલ્હી સરકાર નવી શરાબ નીતિ બનાવી રહી છે. જેનો હેતુ રાજ્યમાં સારી બ્રાન્ડના શરાબને વેચવાનો છે. સરકાર શરાબની કિંમતમાં 50 ટકા વધારો કરવાનું વિચારી રહી છે. દિલ્હીમાં નવી એક્સાઇઝ પોલિસી લાગુ થવાથી દિલ્હી સરકારની રેવન્યૂમાં વધારો થશે.નવી એકસાઇઝ પોલિસી આવ્યાં બાદ સરકારની રેવન્યૂ 5 હજાર કરોડથી વધીને 8 હજાર કરોડ થઈ શકે છે. ઉપરાંત દિલ્હીમનાં શરાબ પીવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. કોરોના કાળમાં પણ દિલ્હી સરકારે રેવન્યૂં વધારવા શરાબના ભાવ વધાર્યાં હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch