Wed,24 April 2024,3:38 pm
Print
header

શિવભક્તોમાં ખુશીની લહેર, સોમનાથ મહાદેવનો મહાપ્રસાદ પોસ્ટ વિભાગ ભાવિકોનાં ઘર સુધી પહોંચાડશે

સોમનાથઃ કરોડો શિવભક્તોના આસ્થાના પ્રતિક એવા 12 જ્યોર્તિલિંગ પૈકીના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવનો મહાપ્રસાદ પોસ્ટ ઓફિસ મારફતે ભાવિકોને ઘરે પણ  મળશે. સોમનાથ ટ્રસ્ટ અને પોસ્ટ વિભાગ દ્વારા આ નવીનતમ કાર્યનું ઈ-શુભારંભ કરવામાં આવ્યું હતું. હજારો કિલોમીટર દૂર બેઠેલા ભાવિકો ઘરે બેઠા સોમનાથ દાદાનો મહાપ્રસાદ મેળવી શકશે.

કરોડો શિવભક્તોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા અવાર-નવાર નવીનતમ ભેટ આપવામાં આવે છે.આજે સોમનાથ ટ્રસ્ટ અને પોસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે એક શુભ કાર્યનો ઈ-શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં શિવભક્તો માત્ર 251 રૂપિયાના મની ઓર્ડર પોસ્ટ દ્વારા કરશે તો તેમને ઘરબેઠા સોમનાથ દાદાનો પ્રસાદ મળશે.

આજે સવારે સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પ્રવિણકુમાર લેહરીના હસ્તે આ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મની ઓર્ડર પ્રાપ્ત થતાની સાથે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને 200 ગ્રામ મગજના લાડુ, 200 ગ્રામ તલ સીંગ અને મગફળીની ચીકી પ્રસાદ રૂપે મોકલવામાં આવશે.અગાઉ પણ મંદિર દ્વારા ભાવિકો માટે ઓનલાઈન આરતી દર્શનની સુવિધા ઉભી કરવામાં આવી છે જેનો લાખો શિવભક્તો લાભ લઈ રહ્યાં છે.

સોમનાથ મહાદેવ પ્રથમ જ્યોર્તિલિંગ હોવાના કારણે દેશ વિદેશમાંથી વર્ષે લાખો  લોકો અહીં દર્શનાર્થે આવે છે. હવે પોસ્ટ ઓફિસ મારફત સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને મહાદેવનો પ્રસાદ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી શિવભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch