Sat,20 April 2024,8:04 am
Print
header

ગાંધીનગર: ગીફ્ટ સીટી પાસે કન્સ્ટ્રકશન સાઈટ પર ભેખડ ધસી પડી, બે મજૂરોના મોત

ગાંધીનગર: ગિફ્ટ સીટી પાસે કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડવાની ઘટના બની છે. આ ઘટનામાં માટીમાં દટાઈ જવાના કારણે બે મજૂરોના મોત થયા છે. સંસ્કૃતિ કન્સ્ટ્ર્કશન સાઈટમાં માટી ઘસી પડતા બે મજુરો દટાયા હતા. સેફ્ટી વોલ નહીં બાંધતા માટી ઘસી પડી હતી. ફાયર વિભાગે એક મજુરનો મૃતદેહ બહાર કાઢ્યો છે. ભેખડ ધસી પડતા પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. શોધખોળ બાદ ભેખડમાં દટાયેલ બીજા મજૂરની ડેડ બોડી મળી આવી છે. બોડીને ઘટના સ્થળેથી નહીં લઈ જવા શ્રમિકો વિરોધ કર્યો છે. વળતરની યોગ્ય બાંહેધરી આપ્યા બાદ જ બોડી પીએમ માટે લઈ જવા માંગ કરી રહ્યા છે. પોલીસે સમગ્ર ઘટનાને કાબુમાં લેવા પ્રયાસ કર્યો છે.

મજૂરોના મોત બાદ વિવાદ થયો છે. જ્યાં સુધી વળતર ચૂકવવામાં ન આવે ત્યાં સુધી શ્રમિકોએ મૃતદેહ ન સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. ગિફ્ટ સીટીમાં બે મજૂરોના મોત બાદ વિવાદ થયો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch