Fri,26 April 2024,4:04 am
Print
header

સાવધાન.. કોરોના મુદ્દે સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાવતા, નહીં તો થશે કાર્યવાહી

અમદાવાદઃ કોરોનાના મુશ્કેલ સમયમાં ઘણા લોકો સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવી રહ્યાં છે અને હવે તો કોરોનાના ઇલાજના નામે છેતરપિંડીના બનાવો પણ સામે આવ્યાં છે. ત્યારે કોરોનાને લઇને સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ પોસ્ટ કરતા પહેલા સો વખત વિચારજો, રાજ્ય પોલીસ વડાએ કોરોનાને લઇને સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર થતી શંકાસ્પદ પોસ્ટ પર નજર રાખવા સૂચના આપી દીધી છે.

ઓક્સીજન, રેમેડિસિવર ઇન્જેક્શન, આઇસીયુ બેડ, એમ્બ્યુલન્સ સેવા અને મફત સારવારને લગતી વિવિધ પોસ્ટ પર હવે નજર રાખવામાં આવી રહી છે. કારણ કે ઘણી વખત ખોટી પોસ્ટને કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોએ હેરાન થવું પડી રહ્યું છે. જેથી ડીજીપીએ દરેક જિલ્લા પોલીસવડા, પોલીસ કમિશનરને તાકીદ કરી છે કે સ્થાનિક સ્તરે સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે સાયબર એક્સપર્ટની મદદ લેવી અને શંકાસ્પદ લોકોની સામે કાર્યવાહી કરવી. સાથે જ હાલના લગ્ન પ્રસંગના સોશિયલ મીડિયામાં મુકાતા ફોટો પર પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે જો અહીં પણ કોવિડના નિયમોનો ભંગ થતો જણાશે તો તમામની સામે કાર્યવાહી કરાશે. હવે ફેસબુક, ટ્વીટર સહિતના સોશિયલ મીડિયા પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch