Fri,19 April 2024,2:41 am
Print
header

દેશભક્તિ ગાયબ ! બોયકૉટ બેઅસર, ચીની કંપનીઓએ વેચ્યા ગત વર્ષ કરતા પણ વધુ સ્માર્ટફોન્સ

નવી દિલ્હીઃ કોરોના વાયરસની સ્થિતીમાં  લૉકડાઉનના કારણે કેટલાક મહિનાઓ સુધી સ્માર્ટફોન્સનું વેચાણ લગભગ બંધ રહ્યું હતુ, પરંતુ હવે ભારતમાં મોટી સંખ્યામાં સ્માર્ટફોન્સ વેચાઇ રહ્યાં છે. 2020ના ત્રીજા ત્રિમાસિક ગાળાના આંકડા જોઇએ તો ભારત અને ચીનમાં બોર્ડર ટેન્શનને લઇને ચીની પ્રોડક્ટ બોયકૉટ બેઅસર દેખાઇ રહ્યું છે. કારણ કે ગત વર્ષે આ ત્રિમાસિકના મુકાબલે ચીની કંપનીઓએ પણ વધુ સ્માર્ટફોન્સ વેચ્યા છે. ભારતમાં 2020 ના થર્ડ ક્વાર્ટરમાં 5 કરોડ સ્માર્ટફોન્સનું વેચાણ થયું છે.જેમાં મોટાભાગના ચીની સ્માર્ટફોન્સ છે. Canalysના રિપોર્ટ અનુસાર ભારતમાં ચીની કંપનીઓનો માર્કેટ શેર 76%નો છે. 

ટૉપ-5 માં ચીની કંપનીઓ

ભારતમાં ટોપ-5 સ્માર્ટફોન કંપનીઓમાં ચીની કંપની Xiaomi નંબર એક પર છે. બીજા નંબરે કોરિયન કંપની સેમસંગ છે. ત્રીજા નંબરે ચીની કંપની વીવો, ચોથા અને પાંચમાં નંબરે Realme અને OPPO છે. મહત્વનું છે કે  Vivo, Oppo અને Realme એક જ ચીની પેરન્ટ કંપની BBK Electronics હેઠળ આવે છે. જે હેઠળ OnePlus બ્રાન્ડ પણ છે. Canalysએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે 2020ના થર્ડ ક્વાર્ટરમાં સ્માર્ટફોન્સ શિપમેન્ટમાં 8% નો ગ્રોથ જોવા મળ્યો છે. ગત વર્ષના આ પીરિયડમાં 46.2 મિલિયન ફોન વેચાયા હતા જે આ વખતે 50 મિલિયન ફોન વેચાયા છે. 

કોનો કેટલો માર્કેટ શેર

Xiaomiની પાસે 26.1% માર્કેટ શેર છે. કંપનીએ 2020ના થર્ડ ક્વાર્ટરમાં 1.31 કરોડ સ્માર્ટફોન્સ વેચ્યા છે. સેમસંગનો 20.4% માર્કેટ શેર છે અને તેણે 1.2 કરોડ, વીવોનો માર્કેટ શેર 17.6% છે અને તેણે 80.8 લાખ સ્માર્ટફોન્સ વેચ્યા છે. જ્યારે Realme 17.4% માર્કેટ શેર સાથે ત્રીજા નંબરે છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch