Wed,15 July 2026,12:58 am
Print
header

મણિપુરમાં નાગા સમુદાયના છ મૃતદેહો મળી આવતાં હડકંપ, ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી

  • Published By Panna Patel
  • 2026-06-11 08:50:34
  • /

ઇમ્ફાલઃ મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં રાત્રે થયેલા હિંસક વિરોધ પ્રદર્શનો બાદ ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. નાગા સમુદાયના છ સભ્યોના મૃતદેહ મળ્યાં બાદ આ વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યાં હતા. મણિપુર પોલીસે છ મૃતદેહો મળ્યાની જાણ લોકોને કરતા જ લોકોનો ગુસ્સો ભડકી ઉઠ્યો હતો.

ટીયર ગેસના શેલ છોડાયા

સ્થાનિક લોકો હોસ્પિટલની બહાર એકઠા થયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. તેમણે બેરિકેડ તોડી નાખ્યાં. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યાં હતા. આ સમય દરમિયાન આગચંપીની ઘટનાઓ પણ નોંધાઈ હતી.

14 કુકીઓને મુક્ત કરાયા

13 મેના રોજ, સશસ્ત્ર જૂથોએ 20 લોકોને બંધક બનાવ્યાં હતા, જેમાં કુકી સમૂદાયના 14 અને નાગા સમૂદાયના 6 લોકોનો સમાવેશ થાય છે. એક દિવસ પહેલા, તેમાંથી 14 કુકીઓને મુક્ત કરવામાં આવ્યાં હતા.

સેનાપતિ જિલ્લામાંથી છ મૃતદેહો મળી આવ્યાં

સેનાપતિ જિલ્લામાંથી નાગા સમુદાયના છ સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા. જેમને બંધક બનાવવામાં આવ્યાં હતા. તેનાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો, જેના કારણે હોસ્પિટલની બહાર સુરક્ષા કર્મચારીઓ સાથે તણાવપૂર્ણ સંઘર્ષ થયો હતો જે મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો.

આ ઘટના અંગે મુખ્યમંત્રીએ શું કહ્યું ?

નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) ના પ્રમુખ અને મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાએ બુધવારે મણિપુરમાં નાગા સમૂદાયના છ સભ્યોની હત્યાની સખત નિંદા કરી હતી. તેમણે કહ્યું કે આ ઘૃણાસ્પદ કૃત્ય માટે જવાબદાર લોકોને કડક સજા આપવી જોઈએ. સંગમાએ આ હત્યાઓને ખૂબ જ દુ:ખદ અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવ્યું હતું, શોકગ્રસ્ત પરિવારો સાથે એકતા વ્યક્ત કરી હતી. નાગા સમૂદાયના છ સભ્યોની ક્રૂર હત્યાની હું સખત શબ્દોમાં નિંદા કરું છું. હિંસાનું આ કૃત્ય ખૂબ જ દુ:ખદ અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.

સમાધાનનું વાતાવરણ બનાવવાના પ્રયાસો છતાં ઘટના બની

મણિપુર પોલીસે બુધવારે જણાવ્યું કે તેમણે છ વ્યક્તિઓના મૃતદેહ શોધી કાઢ્યા છે, જે ગુમ થયેલા નાગા પુરુષો હોવાનું માનવામાં આવે છે. આ વ્યક્તિઓને કાંગપોક્પી જિલ્લામાં સશસ્ત્ર જૂથો દ્વારા બંધક બનાવવામાં આવ્યાં હતા. NPP પ્રમુખે ટિપ્પણી કરી હતી કે આ ઘટના વધુ દુઃખદ છે કારણ કે યુનાઇટેડ નાગા કાઉન્સિલ (UNC) દ્વારા સંવાદ અને સમાધાનનું વાતાવરણ બનાવવાના પ્રયાસો છતાં આ ઘટના બની છે.

નિર્દોષ લોકોની હત્યાને વાજબી ઠેરવી શકાય નહીં

શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મુખ્યમંત્રી સંગમાએ જણાવ્યું કે નિર્દોષ નાગરિકોની હત્યાને કોઈ પણ આધાર પર વાજબી ઠેરવી શકાય નહીં. તેમણે કહ્યું, આ મુશ્કેલ સમયમાં, હું તમામ સંબંધિત પક્ષોને સંયમ રાખવા અને ગુનેગારોને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા વિનંતી કરું છું.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch