Thu,25 April 2024,4:50 am
Print
header

સાઉથની અભિનેત્રી કાજલ અગ્રવાલ બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે કરશે લગ્ન, જાણો કોણ છે આ એન્ટરપ્રેન્યોર

મુંબઇઃ હિંદી, તમિળ તથા તેલુગુ ફિલ્મની લોકપ્રિય એક્ટ્રેસ કાજલ અગ્રવાલ 30 ઓક્ટોબરના રોજ લગ્ન કરવાની છે. કાજલે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી છે. કાજલે કહ્યું હતું કે તે મુંબઈમાં ગૌતમ કિચલુ સાથે લગ્ન કરશે. આ પ્રસંગે તેના ચાહકોના આશીર્વાદ મળે તેવી ઈચ્છા વ્યક્ત કરે છે.

કાજલે પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'આ કહેવામાં મને ઘણો જ આનંદ થાય છે કે હું 30 ઓક્ટોબરના રોજ મુંબઈમાં ગૌતમ સાથે લગ્ન કરવાની છું. બહુ જ નાનકડું ફંકશન કરવામાં આવશે અને માત્ર પરિવારના સભ્યો જ સામેલ થશે.' 'આ મહામારીએ નિશ્ચિત રીતે આપણી ખુશીઓમાં થોડી ઊણપ લાવી દીધી છે પરંતુ અમે અમારું જીવન એકબીજાની સાથે શરૂ કરવા અંગે ઘણાં જ રોમાંચિત છીએ. તમને આ વાત કહેવામાં ઘણો જ આનંદ અનુભવીએ છીએ.'

'છેલ્લાં જેટલાં વર્ષોથી તમે મને જે પ્રેમ આપ્યો છે, તેના માટે હું તમારી આભારી છું. આ અવિશ્વસનીય નવી સફરમાં અમે તમારા આશીર્વાદ ઈચ્છીએ છીએ.હું ભવિષ્યમાં પણ દર્શકોનું મનોરંજન કરવાનું કામ ચાલુ રાખીશ, પરંતુ એક નવા ઉદ્દેશ તથા અર્થની સાથે, તમારું ક્યારેય પૂરું ના થનાર સમર્થન માટે તમારો આભાર.' લગ્નની જાહેરાત કરી તે પહેલાં જ કાજલ અગ્રવાલ ચર્ચામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે, બંનેએ ગયા મહિને સગાઈ કરી હતી.

કોણ છે ગૌતમ કિચલુ?

ગૌતમ કિચલુ એક બિઝનેસમેન છે અને તે ઈન્ટિરિયર તથા હોમ ડેકોર સાથે જોડાયેલ ઈ-કોમર્સ પ્લેટફોર્મ 'ડિસર્ન લિવિંગ'નો માલિક છે. કાજલે 'સિંઘમ', 'સ્પેશિયલ 26', 'મગધીરા' જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch