Fri,19 April 2024,4:55 pm
Print
header

સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડનો મુખ્ય આરોપી ગોલ્ડી બ્રાર કેલિફોર્નિયાથી ઝડપાઇ ગયો

ગત 29 મેના રોજ સિદ્ધુ મૂસેવાલાની કરાઈ હતી હત્યા

6 હુમલાખોરોએ મૂસેવાલાની કારને ઘેરીને ગોળી મારીને કરી હતી હત્યા

આ કેસમાં ચાર શૂટરોની ધરપકડ કરવામાં આવી, જ્યારે બે એન્કાઉન્ટરમાં માર્યાં ગયા 

લુધિયાણાઃ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના મુખ્ય આરોપી ગોલ્ડી બ્રારની ધરપકડ કરી લેવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યાં અનુસાર તેની અમરિકાના કેલિફોર્નિયાથી ધરપકડ કરવામાં આવી છે. ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને 20 નવેમ્બર પહેલા અટકાયતમાં લેવામાં આવ્યો હોવાની માહિતી છે. જો કે, ગોલ્ડીની ધરપકડ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર માહિતી સામે આવી નથી.

આ પહેલા મૂસેવાલાના પિતા બલકૌર સિંહે આરોપી ગોલ્ડીની ધરપકડ ન થવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જે પણ ગોલ્ડીનું સરનામું કહેશે, તે પોતાની જમીન વેચીને 2 કરોડ રૂપિયા આપશે. તેના એક દિવસ બાદ જ ગોલ્ડીની ધરપકડના સમાચાર સામે આવ્યાં છે. જો કે આ વાતની પુષ્ટિ હજુ સુધી થઇ નથી.

ગોલ્ડી બ્રાર મૂસેવાલા હત્યા કેસનો મુખ્ય સૂત્રધાર છે. પોલીસના જણાવ્યાં પ્રમાણે કેનેડામાં રહેતા ગોલ્ડીને મૂસેવાલા કેસમાં તમામ અપડેટ્સ મળતા હતા. હત્યા પછી તરત જ ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે આ હત્યાની જવાબદારી સ્વીકારી હોવાના અહેવાલ આવ્યાં હતા.ઇન્ટરપોલે બ્રાર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી કરી હતી. પંજાબમાં પોતાનું ખંડણીનું રેકેટ ચલાવ્યાં બાદ તે કેનેડાથી જ રાજ્યમાં પોતાની હિટ સ્કવોડ અને બિઝનેસ ચલાવતો હોવાનું કહેવાય છે. તેની સામે ભારતમાં હત્યા, ગુનાહિત કાવતરું, ગેરકાયદેસર હથિયારો સપ્લાય કરવા જેવા અનેક કેસ નોંધાયેલા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch