Sat,20 April 2024,7:11 pm
Print
header

2000 ની ચલણી નોટ પાછી ખેંચવાથી આ 4 રાજ્યોનું બગડશે ચૂંટણી ગણિત- Gujarat Post

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બે હજાર રૂપિયાની નોટ બંધ કરી દીધી છે.આ રૂપિયાનું 'ડિમોનેટાઈઝેશન' ત્યારે કરવામાં આવ્યું છે જ્યારે બે હજાર રૂપિયાની ચલણી નોટ એક રીતે બજારમાં દેખાતી બંધ થઈ ગઈ હતી. આ અંગે તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. રાજકીય પક્ષોએ હવે 2000 રૂપિયાની નોટબંધી પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.

રાજકીય નિષ્ણાંતો એ હકીકતને સ્વીકારી રહ્યાં છે કે કોંગ્રેસ શાસિત બે રાજ્યો છત્તીસગઢ અને રાજસ્થાન, ભાજપ શાસિત મધ્યપ્રદેશ અને બીઆરસી શાસિત તેલંગાણામાં આવનારી ચૂંટણીમાં તેની અસર પડી શકે છે. ઈન્કમટેક્સ સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે ચૂંટણી દરમિયાન જપ્ત કરાયેલી રોકડ એ દર્શાવે છે કે ચૂંટણીમાં પૈસા લઈને કઈ રીતે ચૂંટણીમાં ગોલમાલ કરાય છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બે હજાર રૂપિયાની નોટ બંધ કરવાના નિર્ણયને રાજકીય વર્તુળોમાં અલગ જ દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહ્યો છે. રાજકીય વર્તુળોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી કેટલાક મહિનામાં ચાર રાજ્યોમાં મોટી ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે આ નોટબંધીની મોટી અસર થશે. દેશમાં ચૂંટણી સર્વેક્ષણ કરતી અગ્રણી એજન્સી સાથે સંકળાયેલા અને ચૂંટણી દરમિયાન થતા ખર્ચ પર નજર રાખનાર નિષ્ણાંતો કહે છે કે ચૂંટણી દરમિયાન કેવી રીતે ખર્ચ કરવામાં આવે છે તે કોઈનાથી છુપાયેલ નથી. એ અલગ વાત છે કે ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે તે તમામ ખર્ચ બતાવવાનો હોય છે, પરંતુ ચૂંટણી લડવા માટે જમીન પર કેટલો ખર્ચ થાય છે તે પણ બધાને ખબર છે. આ સિવાય એવું કહેવાય છે કે ચૂંટણીમાં ‘ફંડ મેનેજમેન્ટ’ બહુ મોટી પ્રક્રિયા છે. આવી સ્થિતિમાં મોટી નોટો બંધ થવાના કારણે ચૂંટણી ફંડ મેનેજમેન્ટને પણ અસર થશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch