Tue,23 April 2024,10:28 pm
Print
header

પાકિસ્તાનમાં ઈમરાન ખાન હિટ વિકેટ થશે કે સત્તા બચાવશે ? ચીનથી લઈ અમેરિકાની નજર- Gujarat Post

ઈમરાન ખાનની સરકાર અલ્પમતમાં આવી ગઈ છે

વિપક્ષ એક જૂથ થઈ ઈમરાન ખાનને સત્તા પરથી હાંકી કાઢવા માંગે છે

આજે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે ઈમરાન ખાન

લાહોરઃ આજે સવારથી મોડી સાંજ સુધી માત્ર ભારત જ નહીં પરંતુ અમેરિકા અને ચીન સહિતના દેશોની નજર પાકિસ્તાન પર રહેશે. ઈમરાન ખાન પીએમની ખુરશી પર રહેશે કે પાકિસ્તાનના રાજકીય ઈતિહાસમાં નવો અધ્યાય લખાશે તે સ્પષ્ટ થઈ જશે. પાકિસ્તાનમાં વ્યાપેલા રાજકીય ઘમસાણ વચ્ચે 24 સાંસદો બળવા પર ઉતરી જતા ઇમરાન ખાનની સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. વિપક્ષ એકજૂથ થઈ ગયું છે અને સેના પ્રમુખ બાજવાને પણ ઈમરાન ખાન અપ્રિય લાગી રહ્યાં છે, તેથી સૌની નજર ઈમરાન સરકાર પર છે.

આજે ઈમરાન ખાને અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરવાનો છે, 3 કે 4 એપ્રિલના રોજ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થશે. સત્તારૂઢ દળે પાકિસ્તાનની સંસદમાં એ સાબિત કરવાનું છે કે, તેના પાસે બહુમત માટે જરૂરી 172 સાંસદોનું સમર્થન છે. ઈમરાન ખાનની રેલી માટે તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના હજારો સમર્થકો ટ્રેન દ્વારા વિભિન્ન ક્ષેત્રોમાંથી રાજધાની ઈસ્લામાબાદ પહોંચ્યા હતા.પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે લોકોને ઈસ્લામાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચવા માટે અપીલ કરી હતી અને મોટી સંખ્યામાં સમર્થકો અહીં આવ્યાં હતા.

ઈમરાન ખાનના સમર્થકો મોટી સંખ્યામાં ઈસ્લામાબાદ પહોંચી રહ્યા છે

ઈસ્લામાબાદ તરફ જતા રસ્તાઓ બંધ કરવામાં આવી રહ્યાં હોવાના અહેવાલ

ઈમરાને વિપક્ષના નેતાઓને ચોર-ડાકુ ગણાવ્યાં તો બિલાવલ ભુટ્ટોએ ઈમરાનને જાનવર કહ્યાં

વડાપ્રધાન ઈમરાન ખાન વિરૂદ્ધ વિપક્ષ તરફથી રજૂ કરવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પહેલા વધી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે કાર્યકરો અને નેતાઓ હજુ પણ ઈસ્લામાબાદમાં પહોંચી રહ્યાં છે. ઈમરાનની રેલીમાં સામેલ થવા માટે હજારો સમર્થકો ટ્રેનો, સાર્વજનિક વાહનો અને ખાનગી કારોમાં આવ્યાં હતા.ત્યારે રેલીને રોકવા માટે વિપક્ષી દળોએ પણ મોરચા માંડ્યા છે. ઈસ્લામાબાદ તરફ જતા રસ્તાઓ બંધ કરવાના પ્રયત્ન થયા હોવાનું પણ સામે આવ્યું છે.

તાજેતરમાં ઈમરાન ખાને વિપક્ષ નેતાઓને તેમના ભાષણમાં ચોર અને ડાકુ ગણાવ્યાં હતા.સામે બિલાવલ ભુટ્ટોએ તેમની રેલીમાં ઈમરાન ખાનની તુલના એક જાનવર સાથે કરી હતી. બિલાવેલ કહ્યું કે આ દેશમાં અમે જંગલ રાજ લાવવા માંગીએ છીએ અને સોમવારથી તેમના પતનની શરૂઆત થઈ જશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch