Wed,22 January 2025,4:32 pm
Print
header

અમેરિકાના રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યાં બાદ ટ્રમ્પ બિઝનેસ કરી શકશે કે નહીં ?

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લે તે પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટે મોટી રાહત આપી હતી. કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને દોષિત જાહેર કર્યા છે પરંતુ તેમને જામીન મળી ગયા છે. તેનાથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે વાઇટ હાઉસ જવામાં તેમની સામે કોઈ વિઘ્ન નથી.

રાષ્ટ્રપતિ બનતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારે શુક્રવારે સ્વેચ્છાએ નૈતિક કરાર જારી કર્યો. આ કરાર હેઠળ, ડોનાલ્ડ ટ્રમ્પ તેમની કંપની ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનના મામલામાં સામેલ થશે નહીં, જેથી ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોય ત્યારે હિતોનો સંઘર્ષ ન થાય. આ નૈતિક કરાર હેઠળ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન વિદેશી ખાનગી કંપનીઓ સાથે વ્યવસાયિક સોદા કરી શકશે. જો કે, ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન વિદેશી સરકારો સાથે સીધા સોદા કરી શકશે નહીં.

2016 માં ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન, ટ્રમ્પ પરિવારે પણ આવું જ નૈતિકતા શ્વેતપત્ર બહાર પાડ્યું હતું. જો કે, અગાઉના નીતિશાસ્ત્રના શ્વેતપત્રમાં ટ્રમ્પની કંપનીને વિદેશી સરકારો તેમજ વિદેશી કંપનીઓ સાથે વ્યવસાય કરવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યાં હતા. આ વખતે નૈતિકતા કરારમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનને વિદેશી કંપનીઓ સાથે વ્યવસાય કરવાની છૂટ આપવામાં આવી છે. ટ્રમ્પની કંપનીએ એવી પણ જાહેરાત કરી છે કે તે તેમના પહેલા કાર્યકાળની જેમ સોદાઓની તપાસ કરવા માટે એક નૈતિક સલાહકારની નિમણૂંક કરશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch