Wed,24 April 2024,10:58 am
Print
header

ધોરાજીના કોંગ્રેસી ધારાસભ્ય લલિત વસોયા પણ છોડી શકે છે કોંગ્રેસ ? Gujarat Post

(file photo)

છેલ્લા બે-ત્રણ દિવસથી ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસના તમામ ગ્રુપમાંથી લેફ્ટ થયા હોવાના અહેવાલો થઈ રહ્યાં છે પ્રસિદ્ધ

ધારાસભ્યએ નિવેદન આપ્યું કે તેઓ કોંગ્રેસ પાર્ટીથી નારાજ નથી અને પાર્ટીમાં જ રહેવાના છે

રાજકોટઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાં બાદ હાર્દિક પટેલ થોડા દિવસ પહેલા ભાજપમાં સામેલ થઇ ગયો હતો.પ્રેસ કોન્ફરન્સમાં તેણે 10 દિવસમાં જ કમલમમાં વધુ કોંગ્રેસી નેતાઓ કેસરિયો ધારણ કરશે તેવી વાત કરી હતી.હવે છેલ્લા બે-ત્રણ દિવસથી ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસના તમામ ગ્રુપમાંથી લેફ્ટ થયા છે, ટૂંક સમયમાં ધારાસભ્ય કોંગ્રેસનો હાથ છોડીને કેસરિયો ધારણ કરશે તેવી વાતો વહેતી થઇ છે. જો કે ધારાસભ્યએ પોતે સામે આવીને આ વાતનો રદિયો આપ્યો છે.

આ સમાચારોને લઈને ધારાસભ્યએ નિવેદન આપ્યું કે તેઓ કોંગ્રેસ પાર્ટીથી નારાજ નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સમાચાર ખોટા હોવાની વાત કરી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મજબૂત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અમદાવાદને પોતાનું કાયમી સરનામું બનાવ્યું છે. 2022ની ચૂંટણી પુરી ન થાય ત્યાં સુધી રઘુ શર્મા અમદાવાદમાં રહશે કોંગ્રેસ કાર્યાલય નજીક રઘુ શર્માએ ફ્લેટ રાખ્યો છે

રઘુ શર્માની રઘુ શર્માના કાર્યકાળમાં કોંગ્રેસના દિગ્ગ્જ નેતાઓએ પક્ષ છોડ્યો હોવાથી હાઈકમાન્ડ નારાજ છે, આ મુદ્દાની ગંભીર નોંધ લીધી છે. બીજી તરફ વસોયા હાર્દિકના નજીકના વ્યક્તિ છે.જોવું રહ્યું હવે આ વસોયા શું રણનીતિ અપનાવે છે ?? 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch