વોંશિગ્ટનઃ અમેરિકાના રોડ આઇલેન્ડના પ્રોવિડન્સમાં સ્થિત બ્રાઉન યુનિવર્સિટીના એન્જિનિયરિંગ બિલ્ડિંગમાં શનિવારે થયેલા ગોળીબારમાં 2 લોકોના મોત થયા છે અને 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રોવિડન્સના મેયરે આ માહિતી આપી હતી. આ ઘટના આઇવી લીગ યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન બની હતી. પોલીસ હજુ પણ શંકાસ્પદ વ્યક્તિને શોધી રહી છે.
પરીક્ષાના બીજા દિવસે ગોળીબાર થયો હતો, જેના કારણે યુનિવર્સિટી કેમ્પસમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઘટનાના બે કલાક પછી પણ પોલીસે વિવિધ ઇમારતોની તપાસ ચાલુ રાખી હતી. આસપાસના વિસ્તારના રહેવાસીઓને ઘરની અંદર રહેવાની સૂચના આપવામાં આવી હતી.
લોકોને ઘરમાં રહેવાની અપીલ
પોલીસે જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિએ ઘેરા કપડાં પહેર્યા હતા અને તેને છેલ્લે ઇમારતની બહાર નીકળતો જોવામાં આવ્યો હતો. મેયર બ્રેટ સ્માઇલીએ આસપાસના રહેવાસીઓને વિનંતી કરી કે તેઓ ઘરની અંદર રહે અને જ્યાં સુધી વિસ્તાર સુરક્ષિત જાહેર ન થાય ત્યાં સુધી બહાર ન નીકળે.
શંકાસ્પદ વ્યક્તિને પકડવા પોલીસ સક્રિય
બ્રાઉન યુનિવર્સિટી વહીવટીતંત્રે અગાઉ વિદ્યાર્થીઓ અને સ્ટાફને જાણ કરી હતી કે શંકાસ્પદ વ્યક્તિ કસ્ટડીમાં છે, પરંતુ આ માહિતીને પાછળથી સુધારીને કહેવામાં આવ્યું હતું કે પોલીસ શંકાસ્પદોની શોધ કરી રહી છે. અગાઉ અટકાયત કરાયેલ વ્યક્તિ આ ઘટના સાથે જોડાયેલ નથી.
FBI તપાસમાં મદદ કરી રહ્યું છે
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમને ઘટના અંગે માહિતી આપવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા પર પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. અધિકારીઓએ લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની ચેતવણી આપી છે. પોલીસે મીડિયા કર્મચારીઓને તેમના વાહનોમાં સુરક્ષિત રહેવાની પણ સલાહ આપી છે. પોલીસ ઘટનાસ્થળેથી માહિતી એકત્રિત કરી રહી છે અને FBI આ કામગીરીમાં મદદ કરી રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, મફતમાં મળશે ઓનલાઈન કોચિંગ, એક વર્ષમાં 1 કરોડ AI તાલીમ | 2026-08-15 09:21:44
વડાપ્રધાન મોદીએ 80 મા સ્વતંત્રતા દિવસની દેશને શુભેચ્છા પાઠવી, લાલ કિલ્લા પરથી તેમણે શું કહ્યું? | 2026-08-15 08:53:39
ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી | 2026-08-15 08:38:11
ખરાબ પફ ખાધા બાદ વિદ્યાર્થીનું મોત થયાનો દાવો, 100 મીટર દૂર હોસ્પિટલ હોવા છતાં સ્કૂલે સારવાર ન કરાવી | 2026-08-14 18:37:39
હાઇકોર્ટની ટકોર, સુરતમાં આરોપીઓનું સરઘસ કાઢીને ફટકારાનારા DCB રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કેમ નથી કરી ? | 2026-08-14 18:36:05
9 મહિલાની દરિયામાં ડ્યૂટી, અમેરિકી સૈનિકોએ અબ્રાહમ લિંકન પરથી કૂદીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ | 2026-08-14 09:21:36
ઝિમ્બાબ્વેમાં 95 લોકોને લઈ જતી હોડી પલટી, 15 લોકોનાં મોતની આશંકા, 20 થી વધુ ગુમ | 2026-08-12 06:54:57
કોલંબિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો, 130 લોકોનાં મોત, 570 થી વધુ ઘાયલ | 2026-08-11 08:55:25
ભારતના વિદ્યાર્થીએ અમેરિકન ગર્લફ્રેન્ડનું ગળું દબાવીને કરી હત્યા, જર્મનીમાં ધરપકડ | 2026-08-10 14:21:32
ACB નું ઓપરેશન, અમદાવાદ સ્ટેટ GST વિભાગના બે અધિકારીઓ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-08-14 15:57:00
ચમોલી ટનલ દુર્ઘટનામાં 7 કામદારોનાં મોત, ત્રણ હજુ પણ ગુમ | 2026-08-14 08:47:57
નાંદેડમાં શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર નિહંગે કર્યો હુમલો | 2026-08-13 16:46:20