Sat,08 August 2026,10:01 pm
Print
header

કચ્છમાં 27 વર્ષીય એરફોર્સના જવાને AK-47 રાઇફલથી ગોળી મારીને કરી આત્મહત્યા

  • Published By Panna Patel
  • 2026-07-17 16:00:51
  • /

કચ્છઃ જિલ્લાના નલિયા એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના (IAF) ના એક જવાને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ સ્યૂસાઇડ નોટ મળી નથી. મૃતકની ઓળખ 27 વર્ષીય કોર્પોરલ ભરત કુમાર ભારદ્વાજ તરીકે થઇ છે.

નાલિયા એરફોર્સ સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં બનેલી ઘટના

બુધવારે સાંજે લગભગ 5 વાગ્યે તેમણે પોતાના સર્વિસ હથિયાર AK-47 એસોલ્ટ રાઈફલ વડે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. કોઠારા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના નાલિયા એરફોર્સ સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં બની હતી.

ફરજ પરના કર્મચારીઓને ગોળીબારનો અવાજ સંભળાયો અને તેમણે ભરત કુમારને લોહીલુહાણ હાલતમાં પડેલા જોયા. તેમના સાથીદારો તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch