ઓમાનઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ક્યારે સોદો થશે તે અંગે અનિશ્ચિતતા વધી રહી છે. બંને દેશો વચ્ચે ફરી એકવાર દુશ્મનાવટ વધી છે. ઈરાને એક અમેરિકન લશ્કરી અપાચે હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતું, જેના કારણે અમેરિકાએ બદલો લેવા માટે હુમલો કર્યો હતો. ત્યાર બાદ, ઈરાને મધ્ય પૂર્વમાં અનેક અમેરિકન ઠેકાણાઓ પર મિસાઈલ છોડી હતી. આ ચાલુ તણાવ વચ્ચે, હવે ઓમાનના દરિયાકાંઠે એક જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે. એપી અનુસાર, યુએસ સૈન્યએ જણાવ્યું છે કે તેણે ઈરાની બંદરો પર લાદવામાં આવેલી નાકાબંધીનું ઉલ્લંઘન કરીને ઈરાનથી તેલ પરિવહન કરવાનો પ્રયાસ કરી રહેલા ઓઇલ ટેન્કર પર ગોળીબાર કર્યો હતો. હવે એવું બહાર આવ્યું છે કે જહાજ પર 24 ભારતીય ક્રૂ સભ્યો હતા, જેમાંથી ત્રણના મોત થઇ ગયા છે. ભારત સરકારે જહાજ પરના આ હુમલા સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે.
વિદેશ મંત્રાલયે અમેરિકી અધિકારીને સમન્સ પાઠવ્યાં
ઉપલબ્ધ માહિતી અનુસાર, ભારત સરકારે ઓમાનના દરિયાકાંઠે એક જહાજ પર થયેલા હુમલા અંગે કડક વલણ અપનાવ્યું છે. ભારતે ઓમાનના દરિયાકાંઠે વ્યાપારી જહાજ સેટેબેલો પર થયેલા હુમલાની નિંદા કરી છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે યુએસ ચાર્જ ડી અફેર્સ, જેસન મીક્સને સમન્સ પાઠવ્યું છે. ભારતે પ્રદેશમાં તણાવ ઓછો કરવા, વાણિજ્યિક શિપિંગની સલામતી સુનિશ્ચિત કરવા અને આંતરરાષ્ટ્રીય પાણીમાં સલામત નેવિગેશન પુનઃસ્થાપિત કરવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો છે. વિદેશ મંત્રાલયના અધિક સચિવ (અમેરિકા) નાગરાજ નાયડુએ યુએસ ચાર્જ ડીઅફેર્સ, જેસન મીક્સને સમન્સ પાઠવ્યું છે.
ઓમાનમાં ભારતીય દૂતાવાસે શું કહ્યું ?
ઓમાનમાં ભારતીય દૂતાવાસે આ ઘટનાની જાણ કરી હતી. દૂતાવાસે જણાવ્યું કે, અમને ઓમાનના દરિયાકાંઠે એક જહાજ સાથે જોડાયેલી ઘટનાની જાણ થઈ છે. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ. અમે ટૂંક સમયમાં વધુ માહિતી આપીશું.
ઈરાને કિંમત ચૂકવવી પડશે - ટ્રમ્પ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર વધુ હુમલાઓની ધમકી આપી છે. આ ધમકી ઈરાન દ્વારા યુએસ હેલિકોપ્ટરને તોડી પાડવામાં આવ્યાં બાદ આવી છે. બુધવારે, ટ્રમ્પે કહ્યું, ઈરાનની સેના સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. ઈરાનની મોટાભાગની સેના - જેમ કે નૌકાદળ અને વાયુસેના - હવે અસ્તિત્વમાં નથી. તેઓ સંપૂર્ણપણે પરાજિત થઈ ગયા છે. ઈરાન ફક્ત વાતો કરે છે અને કોઈ કાર્યવાહી નથી. જે દેશ મધ્ય પૂર્વમાં પોતાનું જોર લગાવતો હતો તે હવે સમાપ્ત થઈ ગયો છે. તેમણે એક એવા સોદાની વાતચીત કરવામાં ઘણો સમય વિતાવ્યો જે તેમના માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. હવે, તેમને કિંમત ચૂકવવી પડશે.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50
અચાનક મોત માટે તૈયાર રહેજો, ઈરાની અખબારમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પને ખુલ્લી ધમકી | 2026-07-13 15:07:08
મેક્સિકોમાં હાઈવે પર એક ટ્રકે અનેક વાહનોને અફડેટે લીધા, 2 બાળકો સહિત 9 લોકોનાં મોત | 2026-07-13 08:07:36